Nepal Bus Accident: પેસેન્જર ભરેલી બસ નદીમાં ખાબકી, 18 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

Nepal Bus Accident: નેપાળની રાજધાનીથી લગભગ 90 કિમી દૂર એક મોટો બસ અકસ્માત થયો છે. સોમવારે સવારે નેપાળના ધાડિંગ જિલ્લામાં ગજુરી નજીક એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 26 મુસાફરો ઘાયલ થયા છે. પોખરાથી કાઠમંડુ આવી રહેલી બસ કાઠમંડુથી લગભગ 90 કિમી પશ્ચિમમાં પૃથ્વી હાઇવે પર ત્રિશુલી નદીમાં પડી જતાં આ અકસ્માત થયો હતો.
Nepal | At least 18 people lost their lives after a passenger bus plunged into a river in Dhading, Nepal. Recue operations are underway: Police
— ANI (@ANI) February 23, 2026
નેપાળમાં થયેલી આ દુર્ઘટના બાદ નેપાળના સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા બિષ્ણુ પ્રસાદ ભટ્ટે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી 17 મૃતદેહો મળી આવ્યા છે અને બસમાંથી 28 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ન્યુઝીલેન્ડનો એક મુસાફર પણ હતો. ઘાયલોમાં એક જાપાની અને એક ડચ મહિલા નાગરિકનો પણ સમાવેશ થાય છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડિંગ કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની પોલ ખુલી ગઈ, પહેલી વાર ચેલેન્જ મળી અને ખેલાડીઓ પાણીમાં બેસી ગયા












