ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલમાં ક્વોલિફાય, બીજા નંબરે રહ્યો, જાણો પ્રથમ સ્થાન માટે કેટલા સેન્ટિમીટરથી ચૂકી ગયો

  • વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા ઝ્યુરિચ ડાયમંડ લીગમાં ચમક્યો
  • ફાઇનલમાં ક્વોલિફાય થયો

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને લાંબા જમ્પર મુરલી શ્રીશંકર ગુરુવારે રાત્રે ડાયમંડ લીગની ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા. આ લીગની ફાઇનલ આગામી મહિને 16 અને 17 સપ્ટેમ્બરે યુજેન, યુએસએમાં યોજાશે.

ઝુરિચ ડાયમંડ લીગની ભાલા ફેંક ઈવેન્ટમાં બીજા સ્થાને
પ્રાપ્ત વિગતો અનુસાર,નીરજ ચોપરા ઝુરિચ ડાયમંડ લીગની ભાલા ફેંક ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો હતો. જેમાં નીરજે 85.71 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. આ લીગ 85.86 મીટરમાં ચેક રિપબ્લિકનો જેકબ વડલેચ પ્રથમ ક્રમે રહ્યો હતો. આ સાથે નીરજે ડાયમંડ લીગની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં લીગની 11મી મીટમાં, નીરજ 85.71 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, જ્યારે મુરલીએ લાંબી કૂદ સ્પર્ધામાં 7.99 મીટરનું અંતર કાપીને પાંચમું સ્થાન મેળવ્યું. મહત્વનું છે કે,કે ડાયમંડ લીગની ફાઈનલ મેચ 16-17 સપ્ટેમ્બરે અમેરિકાના યુજેનમાં રમાશે.

પ્રથમ સ્થાન માટે થોડા સેન્ટિમીટરથી ચૂકી ગયો
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા ઝ્યુરિચ ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન માટે થોડા સેન્ટિમીટરથી ચૂકી ગયો. જેમાં તેણે બીજું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતનાર ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે આ વખતે 85.86 મીટરના અંતરે બરછી ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.નીરજ ચોપડા ગયા રવિવારે બુડાપેસ્ટમાં 88.17 મીટર ભાલો ફેંકીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પાસે વર્લ્ડ ચેમ્પિયન બન્યાના ચાર દિવસ બાદ જ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો મોટો પડકાર હતો.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ઈતિહાસ રચ્યો
આ પહેલા હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચ્યો હતો. તેણે પુરૂષોના ભાલા ફેંકની ફાઇનલમાં 88.17 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.તેણે તેના પ્રથમ થ્રો 88.77m સાથે ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું અને ફાઇનલમાં વર્લ્ડ-ક્લાસ થ્રોરો સામે ટોચ પર આવ્યો હતો. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેના પ્રયાસથી તેણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું.

ડાયમંડ લીગ શું છે?
ડાયમંડ લીગ એ એથ્લેટ્સ માટેની ટુર્નામેન્ટ છે, જેમાં 16 રમતોમાં 14 ઇવેન્ટનો સમાવેશ થાય છે. દરેક ઇવેન્ટમાં, ટોચના 8 ખેલાડીઓને પોઈન્ટ મળે છે, પ્રથમ ખેલાડીને 8 પોઈન્ટ અને 8મા ખેલાડીને એક પોઈન્ટ મળે છે. 14 ઇવેન્ટ પછી, તમામ ખેલાડીઓના પોઈન્ટ ગણવામાં આવે છે. ટોપ-10માં સ્થાન મેળવનાર ખેલાડીઓને ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મળે છે. આમાં, વિજેતા ખેલાડીને ડાયમંડ લીગ વિજેતાની ટ્રોફી અને રોકડ ઇનામ મળે છે.

આ પણ વાંચો : નીરજ ચોપરાએ ગોલ્ડ જીતીને વિશ્વ જીત્યું, બુડાપેસ્ટમાં ભારતનું નામ ગુંજ્યું

Back to top button