ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

પ્રજ્જવલ રેવન્ના કેસમાં અમિત શાહે પુછ્યો કોંગ્રેસને સવાલ- કર્ણાટક સરકાર કેમ કાર્યવાહી નથી કરતી?

Text To Speech

 ગુવાહાટી, 30એપ્રિલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકની કોંગ્રેસ પર પ્રહાર કરતા સરકારને સવાલ કર્યો કે મહિલાઓના કથિત યૌન શોષણના મામલામાં લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુવાહાટીમાં પત્રકારોને સંબોધતા શાહે કહ્યું કે ભાજપ મહિલાઓનું અપમાન સહન કરશે નહીં. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ ઘટનામાં સંકળાયેલા વ્યક્તિ એનડીએના સાથી ઉમેદવાર સામેલ છે, પણ હું તેમને  માત્ર એક નાનકડો પ્રશ્ન પૂછવા માંગુ છું – તે રાજ્યમાં કોની સરકાર છે?”

 રેવન્ના હસન સીટ પરથી BJP-JD(S) ઉમેદવાર છે

 અમિત શાહે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તા પર છે માટે આ બાબત તેમના ધ્યાનમાં તો આવી હશે તો શા માટે આના પર કાર્યવાહી કરી નથી? અમે આ બાબતે કાર્યવાહી નથી કરી શકતા કારણ કે કાનુૂન-વ્યવસ્થા એ રાજ્યનો મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે પુર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાથી જોડાયેલા કેટલાક સ્પષ્ટ વીડિયો ક્લિપ છેલ્લા કેટલાક દિવસોથી  વાયરલ થયા છે. પ્રજ્જવલ રેવન્ના હસન લોકસભા મતવિસ્તારમાંથી BJP-JD(S) ઉમેદવાર છે.

માતૃ અને નારી શક્તિનું અપમાન અસહનીય

શાહે કહ્યું કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અમને  સવાલ કરી રહ્યા છીએ, પરંતુ હું તેમને કહું છું કે પીએમ નરેન્દ્ર મોદી મને પૂછવાને બદલે તેમણે તેમની પાર્ટીના મુખ્યમંત્રીને પૂછવું જોઈએ. કર્ણાટક સરકાર શું કરી રહી છે? શા માટે કોઈ પૂછપરછ ન થઈ? અમે તપાસ કરી રહ્યા છીએ અને જેડી (એસ) એ પણ જાહેરાત કરી છે કે રેવન્ના સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રજ્જવલ રેવન્નાના યૌન શોષણનો મામલો બહાર પડતા જેડી(એસ)એ પ્રજ્જવલ રેવન્નાને પક્ષમાંંથી હાંકી કાઢ્યા છે. આ મામલામાં શાહે વધુમાંં જણાવ્યું હતું કે, મીડિયામાંં રેવન્ના વિશે જે કાંંઈ પણ બહાર આવ્યું તે ખુબ જ દુઃખદ છે અને તેને કોઈપણ રીતે સહન કરી શકાય નહીં.આ ભાજપનું વલણ સ્પષ્ટ છે. અમે માતૃ અનેે નારી શક્તિનુંં કોઈ અપમાન સહન કરીશું નહી. હાલમાંં પ્રજ્જવલ રેવન્ના દેશ છોડીને વિદેશ ફરાર છે.

આ પણ વાંચો: વિદેશમાં ફરાર થયેલા પ્રજ્વલ રેવન્નાને JDSએ હાંકી કાઢ્યા, જાતીય સતામણીનો આરોપ

Back to top button