ટ્રેન્ડિંગધર્મ

સારા આરોગ્ય માટે ફોલો કરો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ટિપ્સ, રાખો આટલું ધ્યાન

Text To Speech
  • વાસ્તુશાસ્ત્ર એક ચાઈનીઝ પદ્ધતિ છે, પરંતુ ઘણી બધી બાબતોમાં તે અસરકારક નીવડે છે. જો તમારા ઘરમાં બીમારી વધુ રહેતી હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. સારા આરોગ્ય માટે વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે

વાસ્તુશાસ્ત્ર મુજબ નાની નાની ભૂલોના લીધે વ્યક્તિએ જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં ઘર કંકાસની સ્થિતિ રહે છે. મન અશાંત રહે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહ્યા કરે છે. સાથે આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવતી નથી. દવાઓ પાછળ નાણા વેડફાય છે. વાસ્તુ અનુસાર હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીને અને કેટલીક વાતોનું ધ્યાન રાખીને અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય છે. જાણો સારા આરોગ્ય માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

સારા આરોગ્ય માટે ફોલો કરો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ટિપ્સ, રાખો આટલું ધ્યાન hum dekhenge news

પોઝિટીવિટી અને સારી હેલ્થ માટે કેટલીક વાસ્તુ ટિપ્સ

  • વાસ્તુ અનુસાર બેડરૂમમાં જુની અને બેકાર વસ્તુઓને એકત્રિત ન કરવી જોઈએ.
  • બેડ સામે અરીસો ન હોવો જોઈએ. તેનાથી નકારાત્મક અસર પડે છે.
  • બેડરૂમમાં ભગવાનની પ્રતિમા ન રાખવી જોઈએ. તસવીર લગાવવી પણ અશુભ માનવામાં આવે છે.
  • બેડરૂમની સાફસફાઈનું ખાસ ધ્યાન રાખો. બેડરૂમ ગંદો હોય તો મેન્ટલ હેલ્થ પ્રભાવિત થાય છે.
  • જમતી વખતે હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મોં રાખીને બેસો.
  • ઘરના ખરાબ નળને તાત્કાલિક ઠીક કરાવો. નળમાંથી પાણી ટપકવાનું અશુભ માનવામાં આવે છે.
  • સારા આરોગ્ય માટે વાસ્તુમાં દક્ષિણ કે પૂર્વ દિશામાં માથુ રાખીને સૂવાનું લાભદાયક ગણાય છે. તેનાથી તણાવ ઘટે છે.
  • વાસ્તુ અનુસાર ઘરની સીડી નીચે વધારે કચરો એકઠો ન કરવો જોઈએ. તેના કારણે આરોગ્ય પ્રભાવિત થાય છે.
  • બાળકોએ ઉત્તર કે પૂર્વ દિશામાં મોં રાખીને ભણવું જોઈએ, તેના કારણે અભ્યાસમાં મન લાગે છે.
  • સારા આરોગ્ય માટે ઘરમાં છોડ જરૂર લગાવો. તેનાથી સકારાત્મકતા જળવાય છે. મન પ્રસન્ન રહે છે.
  • ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રોજ સવાર-સાંજ બારીઓ અને દરવાજાઓને થોડા સમય માટે ખુલ્લા રાખો.

આ પણ વાંચોઃ વેક્સિનની આડઅસરના લીધે શરીરમાં બ્લડ ક્લોટિંગનું તોળાતુ જોખમ

Back to top button