Video: રીલ બનાવવાના અભરખા ભારે પડ્યા, હેલિકોપ્ટરથી યુવાનોનું કરવું પડ્યું રેસ્ક્યૂ

National News: ઉત્તર પ્રદેશના બસ્તી ડિવિઝન અંતર્ગત આવતા સિદ્ધાર્થ નગર જિલ્લામાં રીલ બનાવવા જોખમ ખેડવું કેટલાક મિત્રોને ભારે પડ્યું હતું. પાણીની ટાંકી પર 16 કલાક ફસાયેલા બે યુવાનોને વાયુસેનાએ બચાવી લીધા હતા. અહીં રવિવારે સવારે ભારતીય વાયુસેનાએ એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને પાણીની ટાંકી પર ફસાયેલા બે બાળકોને સુરક્ષિત નીચે ઉતાર્યા છે. આ બાળકો અંદાજે 16 કલાક સુધી ટાંકી પર ફસાયેલા રહ્યા હતા.
કેવી રીતે ઘટી ઘટના?
શનિવારે રીલ બનાવવાના શોખમાં પાંચ મિત્રો કાંશીરામ આવાસ કોલોનીમાં આવેલી પાણીની ઊંચી ટાંકી પર ચઢી ગયા હતા. આ દરમિયાન ટાંકીની સીડી અચાનક તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. સીડી તૂટવાથી સિદ્ધાર્થ, શનિ અને ગોલુ નામના ત્રણ બાળકો નીચે પટકાયા હતા, જ્યારે પવન અને કલ્લુ નામના બે બાળકો ટાંકીની ઉપર જ ફસાઈ ગયા હતા.
#WATCH | Siddharthnagar, Uttar Pradesh: District Magistrate of Siddharthnagar, Shivsharanappa says, “An incident occurred when five children climbed atop a water tank to record a reel, and when the stairs broke, three of them fell from the water tank. One child died, and two… https://t.co/dKnPIHsLKe pic.twitter.com/nU8S77HKCM
— ANI (@ANI) May 3, 2026
એક બાળકનું મોત નીપજ્યું
નીચે પટકાયેલા બાળકોમાં સિદ્ધાર્થનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું છે. અન્ય બે ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વાયુસેનાનું દિલધડક રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ગોરખપુરથી દોડી આવી હતી, પરંતુ ટાંકી સુધી પહોંચવા માટે પાકો રસ્તો ન હોવાથી તેમની લિફ્ટ કામ કરી શકી નહોતી. રાત્રે રસ્તો બનાવવાની કામગીરી પણ વરસાદને કારણે અટકી પડી હતી. આખરે જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકાર પાસે મદદ માંગી અને ભારતીય વાયુસેનાના Mi-17 V5 હેલિકોપ્ટરને ગોરખપુરથી બોલાવવામાં આવ્યું.
#WATCH | Indian Air Force tweets, “On a request from state government authorities, an IAF Mi 17 V5 of Central Air Command (CAC) was deployed to rescue two stranded children, who were stuck on top of a water tank in Sidharth Nagar in Gorakhpur, Uttar Pradesh. The children were… pic.twitter.com/iPo5qxrXLU
— ANI (@ANI) May 3, 2026
15 મિનિટમાં જ રેસ્કયુ
રવિવારે સવારે 5:20 કલાકે હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને વાયુસેનાના જવાનોએ માત્ર 15 મિનિટમાં જ બંને બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. રેસ્ક્યુ બાદ બાળકોને મેડિકલ ચેકઅપ માટે ગોરખપુર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયાના ગાંડપણ અને જોખમી રીતે રીલ બનાવવાની ઘેલછા સામે સવાલો ઉભા કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જૂન મહિનાથી વસતિ ગણતરીનો પ્રારંભ: દરેક પરિવારને પૂછાશે આ સવાલો












