ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ બનવાના હતા PM, સોનિયાએ કેમ કર્યો હતો વિરોધ?

PM Decision:   31 ઓક્ટોબર 1984નો દિવસ ભારતીય રાજકારણના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો છે. દેશનાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ બોડીગાર્ડએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ સમયે તેમના પુત્ર રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. માતાના નિધનના સમાચાર મળતાં જ તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલમાં તેમની પત્ની સોનિયા ગાંધી પહેલેથી જ હાજર હતાં. આ દરમિયાન રાજીવ ગાંધીએ તેમને એક એવો નિર્ણય જણાવ્યો, જેને સાંભળીને સોનિયા ગાંધી સ્તબ્ધ થઈ ગયાં હતાં.

રાજીવ ગાંધીએ PM બનવાની વાત કરતાં સોનિયા ગભરાઈ ગયાં

સોનિયા ગાંધીએ પોતાના નવા પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં તેઓ પોતાના પતિ સાથે થોડી ક્ષણો એકલા વિતાવવા માગતાં હતાં. જોકે, તેમને જલ્દી જ અંદાજ આવી ગયો હતો કે રાજીવ ગાંધી તેમને એવી વાત કહેવાના છે, જે તેઓ સાંભળવા માગતાં નહોતાં. સોનિયાના જણાવ્યા અનુસાર, રાજીવ ગાંધીએ તેમને કહ્યું હતું કે પાર્ટી ઇચ્છે છે કે તેઓ દેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લે. આ વાત સાંભળીને સોનિયા ગાંધી ગુસ્સે થઈ ગયાં હતાં. તેમને ડર હતો કે ઇન્દિરા ગાંધીની જેમ રાજીવ ગાંધી પણ કોઈના નિશાન બની શકે છે.

‘તેઓ તમને મારી નાખશે’, સોનિયાએ રાજીવને કરી હતી વિનંતી

પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં સોનિયાએ લખ્યું હતું કે રાજીવની વાત સાંભળીને તેમને એવું લાગ્યું હતું જાણે કોઈએ તેમના હૃદયમાં છરી ભોંકી દીધી હોય. તેમના મનમાં ગુસ્સો અને ડર બંને એકસાથે ઉભરાઈ આવ્યાં હતાં.

તેમણે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનવાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી. સોનિયાએ તેમને બાળકોનો હવાલો આપીને આ જવાબદારી સ્વીકારવાની ના પાડવા કહ્યું હતું. આ દરમિયાન તેઓ રડી પડ્યાં હતાં અને હાથ જોડીને રાજીવ ગાંધીને વડાપ્રધાન ન બનવા વિનંતી કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજીવ ગાંધીએ શું જવાબ આપ્યો હતો?

સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે તેમણે રાજીવ ગાંધીને કહ્યું હતું, “ના, તમે આ વિશે વિચારી પણ ન શકો. તમારે તેમને રોકવા પડશે. તમારે ના પાડવી પડશે. બાળકો માટે તમારે આ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરવો પડશે. તેઓ તમને પણ મારી નાખશે.” આ સાંભળીને રાજીવ ગાંધીએ શાંતિથી જવાબ આપ્યો હતો, “તેઓ મને કોઈપણ સંજોગોમાં મારી જ નાખશે.” રાજીવ ગાંધીના આ શબ્દો સોનિયા ગાંધીના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા હતા. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની રાજકીય પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો હતો અને રાજીવ ગાંધીએ દેશના વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચો : 18 દિવસ બાદ હર કી પૌડી પર ગંગા વહેતી થઈ, હરિદ્વારમાં ફરી રોનક

Back to top button