ટ્રેન્ડિંગનેશનલ

‘આરજી કરની ઘટના બાદ મારો ફોન નંબર બ્લોક કરી દેવામાં આવ્યો’: પત્રકાર અભિજીત મજુમદારનો આક્ષેપ

કોલકત્તા, 31 ઓગસ્ટ : કોલકાતાના ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે એક વરિષ્ઠ પત્રકારે આરોપ લગાવ્યો છે કે રાજ્યની સાયબર પોલીસના આદેશ પર ટેલિકોમ ઓપરેટર એરટેલે તેમનો ફોન નંબર બ્લોક કરવામાં આવ્યો છે.

ઇયરશૉટના ફાઉન્ડર અને એડિટર-ઇન-ચીફ અભિજીત મજુમદારે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દો ઉઠાવતા કહ્યું, “મારો ફોન બ્લૉક કરવામાં આવ્યો છે. એરટેલને કૉલ કર્યો. દેખીતી રીતે પશ્ચિમ બંગાળ સાયબર પોલીસે તેને બ્લૉક કર્યો. હા. આ કેવી રીતે કાયદેસર છે?”

અન્ય એક પોસ્ટમાં, તેમણે એરટેલના અધિકારી સાથેની તેમની વાતચીતની એક ઓડિયો ક્લિપ શેર કરી, “છેતરપીંડી પ્રવૃત્તિ” ને કારણે પશ્ચિમ બંગાળ સાયબર પોલીસની સૂચનાઓને પગલે તેમનો નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળ પોલીસ તરફથી કોઈ માહિતી મળી નથી કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતા, મજુમદારે તેને “ગેરકાયદેસર” અને “સરમુખત્યારશાહી” તરીકે ગણાવ્યું, “તેમણે આ આરોપો માટે પુરાવા આપવા જોઈએ,”

મજુમદારે એરટેલ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા, તેમને કહ્યું હતું કે, “મને લાગ્યું કે આ નંબર બ્લોક કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે.”

મજુમદારની પોસ્ટનો જવાબ આપતાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ,  સસ્પેન્શનને “અસ્વીકાર્ય” ગણાવ્યું. ગુપ્તાએ કહ્યું, “કોઈ વિગતો નથી, કોઈ આરોપ નથી, કોઈ માહિતી નથી, કંઈ નથી. અભિજિત ટીએમસી સરકારના સખત ટીકાકાર છે અને આરજી કર કેસની ખમીઓને ઉજાગર કરી રહ્યા છે. “

 

આ પણ વાંચો :સિદ્ધુ મૂસેવાલાના પિતાની સુરક્ષામાં રોકાયેલા બે ગાર્ડ એકબીજા સાથે બાખડ્યા, માથામાં આવી ગંભીર ઈજા

Back to top button