ટ્રેન્ડિંગયુટિલીટી

Motorolaએ Moto Edge 50 સીરીઝના બે નવા વેરિયન્ટ Ultra અને Fusion કર્યા લોન્ચ

HD ન્યુઝ ડેસ્ક, 16 મે: પોપ્યુલર સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ છેલ્લા એક વર્ષમાં ભારતીય અને વૈશ્વિક બજારોમાં ઘણા શાનદાર સ્માર્ટફોન રજૂ કર્યા છે. કંપનીએ એપ્રિલની શરૂઆતમાં ભારતીય માર્કેટમાં  Moto Edge 50 Proને લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ આ સીરીઝમાં નવા બે દમદાર ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યા છે. મોટોરોલાએ વૈશ્વિક સ્તરે Moto Edge 50 સીરીઝમાં Moto Edge 50 Ultra અને Motorola Edge 50 Fusion લોન્ચ કર્યો છે.

કંપનીએ Moto Edge 50 Ultra અને Motorola Edge 50 Fusion એમ બંનેમાં શાનદાર ફીચર્સ આપ્યા છે. જો તમે એક પ્રીમિયમ અને ફીચર રિચ સ્માર્ટફોન મેળવવા માંગો છો, તો તમે આ બંને સ્માર્ટફોનને એકવાર રિવ્યુ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે મોટોરોલાએ AI ફીચર્સ સાથેના આ બંને સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે. તો જાણો બંને સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ફીચર્સ વિશે ડિટેલમાં.

Moto Edge 50 Ultra

Motoએ Moto Edge 50 Ultraમાં 6.7 ઈંચની મોટી ડિસ્પ્લે આપી છે જે pOLED કર્વ ડિસ્પ્લે છે. તેમાં 144Hz નો રિફ્રેશ રેટ, 2500 nits ની પીક બ્રાઈટનેસ અને HDR10+ માટે સપોર્ટ છે. પ્રોસેસરમાં Qualcommનું લેટેસ્ટ Snapdragon 8s Gen 3 છે. સ્ટોરેજમાં 16GB રેમ અને 1TB સુધી અને  UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનના 50+64+50 મેગાપિક્સલનો કેમેરા સેટઅપ અને સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Moto Edge 50 Ultra 5G ને મોટી 4500mAh બેટરી મળે છે જે 125W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સિવાયા Moto Edge 50 Ultra 5G Android 14 પર ચાલે છે.

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusionમાં તમને ફુલ એચડી રિઝોલ્યુશન 6.7 ઇંચની pOLED સ્ક્રીન મળે છે. તેની સ્ક્રીનનો રિફ્રેશ રેટ 144Hz છે. પ્રોસેસરમાં મોટોરોલાએ  Snapdragon 7s Gen 2 ચિપસેટ આપ્યો છે. આ ફોનને મોટોરોલાએ 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે ગ્લોબલ માર્કેટમાં રજૂ કર્યો છે. કેમેરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપ્યો છે જ્યારે સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32-મેગાપિક્સલનો કૅમેરો છે. ફોનની બેટરી 5000mAhની છે જે 68W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. IP68 રેટિંગ Motorola Edge 50 Fusion માં સપોર્ટેડ છે.

Motorola Edge 50 Fusion અને Ultraની કિંમત

Motorola Edge 50 ULTRA આગામી સપ્તાહમાં યુરોપના કેટલાક સિલેક્ટેડ દેશોમાં સેલ માટે ઉપલબ્ધ થશે. ફોનના બેઝ મોડલની કિંમત €1,000 એટલે કે 88,993 રુપિયા છે. જ્યારે Motorola Edge 50 Fusionની વાત કરીએ તો તે €349 એટલે કે 31,057 રુપિયા છે. ULTRA વેરિયન્ટમાં નોર્ડિક વુડ, ફોરેસ્ટ ગ્રે અને પીચ ફુઝ એમ ત્રણ કલરમાં જોવા મળશે. જેમાંથી એક વુડ અને અન્ય બે વેગન લેધર બેક સાથે આવશે. જ્યારે Fusion વેરિયન્ટમાં ફોરેસ્ટ બ્લુ, હોટ પિંક અને  માર્શમેલો બ્લુ જેવા ત્રણ કલરમાં જોવા મળશે. Tech news

આ પણ વાંચો: Motorola ટૂંક સમયમાં ભારતમાં 50MP કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન કરશે લોન્ચ, Teaser રિલીઝ

Back to top button