મોદીએ તેમને બતાવી દીધું, કંગનાની ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા, જાણો બોલિવૂડે શું કહ્યું?

- ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે
7 મે, ૨૦૨૫, મુંબઈઃ ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લઈને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. મંગળવારની રાત્રે ભારત દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી અને તેને ‘ઓપરેશન સિંદૂર’ Operation Sindoor નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં પાકિસ્તાન અને પીઓકે સ્થિત કુલ નવ આતંકવાદી ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
દેશવાસીઓએ ‘ઓપરેશન સિંદૂર’ ને સમર્થન આપ્યું છે અને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. બધાએ જય હિંદના નારા લગાવીને ભારતીય સેનાને સલામ આપી છે.
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઓપરેશન સિંદૂરના કેટલાક વીડિયો શેર કર્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાની પ્રશંસા કરી છે. અભિનેત્રીએ લખ્યું છે કે તેમણે કહ્યું હતું કે મોદીને કહી દેજો. હવે મોદીએ તેમને કહી દીધું છે. બીજી સ્ટોરીમાં કંગનાએ લખ્યું છે, જે આપણી રક્ષા કરે છે ભગવાન તેમની રક્ષા કરે. હું આપણી ફોર્સન રક્ષણ અને સફળતા માટે પ્રાર્થના કરું છું.

બોલીવૂડ એક્ટર રિતેશ દેશમુખે X પર પોસ્ટ કરીને લખ્યું છે, જય હિંદ કી સેના, ભારત માતા કી જય. ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે લખ્યું છે, અમારી પ્રાર્થનાઓ સેના સાથે છે. એક રાષ્ટ્ર, આપણે સાથે ઊભા છીએ. જય હિંદ, વંદે માતરમ્.

અભિનેત્રી નિમરત કૌરે ઇન્સ્ટા પર ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી અને લખ્યું છે, અમે અમારી સેના સાથે છીએ. આપણો દેશ, એક મિશન, જય હિન્દ. પરેશ રાવલ, અનુપમ ખેર, વિનીતકુમાર સિંહ અને રાહુલ વૈદ્યની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.
United with our forces. One country. One mission. #JaiHind 🇮🇳 #OperationSindoor@narendramodi @SpokespersonMoD @rajnathsingh pic.twitter.com/EsWURU6fRc
— Nimrat Kaur (@NimratOfficial) May 7, 2025
આ પણ વાંચોઃ સેનાએ વિધવાઓના સિંદૂર ઉજાડનારને મારી નાખ્યા, Operation Sindoor પર પહેલગામની પીડિતાઓએ શું કહ્યું? જાણો
આ પણ વાંચોઃ Operation Sindoor/ ભારતની બે બહાદુર દીકરીઓ, જેમણે દુનિયાને જણાવ્યું કે કેવી રીતે પાર પડ્યું ઑપરેશન સિંદૂર












