ભારતમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન પાંચ લાખ કરોડને પાર

નવી દિલ્હી, 12 એપ્રિલ, 2025: દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન 2024-25માં વધીને 5.25 લાખ કરોડ રૂપિયા સુદી પહોંચી ગયું છે, જે 2023-24માં 4.22 લાખ કરોડના સ્તરે હતું. તેની સાથે જ સ્માર્ટફોનની ભારતથી કરવામાં આવનારી સૌથી મોટી કોમોડિટી બનીને ઉભરી આવ્યા છે.
સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) અનુસાર, ભારતે 2024-25માં રૂ. 2 લાખ કરોડથી વધુના સ્માર્ટફોનની નિકાસ કરી છે, જે વાર્ષિક ધોરણે 55 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ ભારતના વિકસતા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાએ આ પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ તેને ક્ષમતા પ્રાપ્ત કરવામાં, વૈશ્વિક રોકાણ આકર્ષવામાં અને વિશ્વ માટે એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બનવામાં મદદ કરી રહ્યું છે. આ યોજનાએ નોંધપાત્ર વૈશ્વિક રોકાણ આકર્ષ્યું છે, ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો કર્યો છે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં દેશની સ્થિતિને મજબૂત બનાવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક વેપાર ગતિશીલતામાં તાજેતરના ફેરફારો, ખાસ કરીને યુએસ રિટેલરી ટેરિફ, યુએસ માર્કેટમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ માટે વ્યૂહાત્મક તકો ખોલી છે. બીજી તરફ, એક્સિસ કેપિટલે કહ્યું કે, ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં વેલ્યુ એડિશન 30 ટકાથી વધીને 70 ટકા થયું છે.
આ પણ વાંચોઃ અનેક મોટા દેશો આંતરરાષ્ટ્રીય શિપીંગ પર જકાત લાદવા રાજી, યુએન શિપીંગ કોન્ફરન્સમાં મહત્ત્વનો નિર્ણય












