ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારોમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક ભારે !

  • ઠંડી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
  • આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં ઠંડી હજુ યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. તે સાથે રાજ્યમાં આજે નલિયામાં ખાતે 4.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા સાથે રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું થયુ હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

કમોસમી વરસાદ - Humdekhengenews

અહીં પડી શકે છે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકો અને ઠંડા પવનો ફૂંકાશે. સાથે પવનોની ગતિ ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.

 આ પણ વાંચો : IND vs NZ T20 : પ્રથમ મેચમાં ભારતનો 21 રને પરાજય, કીવીઝના બોલિંગ આક્રમણ સામે ખેલાડીઓ ઘૂંટણીયે પડ્યા

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

હવામાન વિભાગે વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરતા આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપી છે. હવામાન વિભાગે એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરી છે. તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ઠંડી - Humdekhengenews

આ વિસ્તારોમાં પડી શકે છે ભારે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે. અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડી શકે છે.

Back to top button