હવામાન વિભાગની મોટી આગાહી, લોપર વાવાઝોડું ત્રાટકવાની આશંકાએ આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ
- ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત
- આજે પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા
- વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે
ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી ઝડપ પકડી લીધી છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર બની રહ્યાં છે. આ દરમિયાન IMDએ કહ્યું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણ વાળી સિસ્ટમ લોપર નામના વાવાઝોડામાં બદલાઈ ગઈ છે. આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ વધી છે.
ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત
ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત છે. આગામી 2-3 દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશા છે. વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા પર હાજર છે. જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે. આ સિવાય એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરી રહ્યું છે. આઈએમડી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજે પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા
આ દરમિયાન કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમી રાજસ્થાનમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે આજે પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન આવી સ્થિતિ બની રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.












