
Business News : નોએલ ટાટાની પુત્રી, માયા ટાટા, જે ટાટા ગ્રુપમાં એક મહત્વપૂર્ણ પદ ધરાવે છે અને હજારો કરોડના વ્યવસાયનું સંચાલન કરે છે, તે ફરી એકવાર સમાચારમાં છે. માયા ટાટા ટાટા ગ્રુપમાં ટાટા ડિજિટલ નામના વ્યવસાયનું સંચાલન કરે છે, જેમાં ટાટા સન્સે રૂપિયા 24,000 કરોડનું રોકાણ કર્યું છે. ટાટા ડિજિટલના સ્વામિત્વમાં બિગબાસ્કેટ, ટાટા ન્યૂ, ક્રોમા અને ટાટા 1 GM જેવી સંપતિઓ છે. હવે માયા ટાટા કથિત રીતે ટાટા ડિજિટલથી બહાર નિકળવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે, પરંતુ ત્યાં જ તેમને એક મોટી જવાબદારી પણ મળી શકે છે.
માયા ટાટાને મળી શકે છે મોટી જવાબદારી
રિપોર્ટ અનુસાર, માયા ટાટા ટાટા ગૃપની અલગ અલગ કંપનીઓ, જેમાં ટ્રેંટ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. હું અલગ- અલગ પદો પર વિચાર કરી રહી છું. 37 વર્ષની માયા સંભવત: સૂચિબદ્ધ રિટેલર ટ્રેંટને પ્રાથમિકા આપશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જો માયા ટાટા ટ્રેંટ સાથે જોડાય છે, તો તે પોતાના ભાઈ નેવિલ સાથે કામ કરશે, જે સ્ટાર માર્કેટ સ્ટોર્સ સંભાળે છે. તેમની બહેન લીહ તાજ ચેન ચલાવે છે. માયાના વિપરિત, જેમને ટાટા કેપિટલથી શરૂઆત કરી અને પછી ટાટા ડિજિટલમાં ચાલી ગઈ. નેવિલ અને લીહ બંન્નેએ પોત-પોતાના વ્યવસાયમાં રહ્યા બાદ એક જ વ્યવસાયમાં રહ્યા છે. નોએલ ટાટાના ત્રણેય બાળકો ટાટા ટ્રસ્ટ્સની હેઠળ આવતી નાની સંસ્થાઓના બોર્ડમાં સામેલ છે, જે ટાટ સંન્સના મુખ્ય હોલ્ડર છે. નેવિલ દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.
કેટલાક મુદ્દાઓ વણઉકેલાયેલા
માયા ટાટાનું આ પગલું નોએલ ટાટા દ્વારા કંપનીની ઉંડાણથી તપાસની વચ્ચે લેવામાં આવ્યું છે. જેમને વ્યાપારમાં થઈ રહેલ નુકસાનીની ચિંતા વ્યક્ત કરી છે અને ટાટા સન્સ બોર્ડને સુચિત કર્યા છે કે. કોઈ મહત્વપૂર્ણ મુદ્દા હજી પણ વણઉકેલાયેલા છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નોએલ ટાટાએ ગૃપના પાંચ વર્ષ વરણનીતિય રોડમેપ, ટાટા સન્સને પબ્લિક કર્યા વગર પલ્લોનજી ગૃપને બહાર કાઢવાનો વિકલ્પ આપવાની રુપરેખા અને લાંબા સમયથી વિવાદિત લિસ્ટિંગ મુદ્દા પર ચંદ્રશેખરના ઔપચારિક વળાંક અંગે વધુ સ્પષ્ટતાની માંગ છે.
કોણ છે માયા ટાટા
માયા ટાટા, ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનેલ નોએલ ટાટા અને આલુ મિસ્ટ્રીની દિકરી છે અને દિવંગત રતન ટાટાની ભત્રીજી છે. 37 વર્ષની માયા ટાટને વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને તે બાદ ટાટા ગૃપમાં પણ મહત્વની જવાબદારી નિભાવી ચૂકી છે. માયા ટાટાનો અભ્યાસ જાણીની બ્રિટિશ બિઝનેસ સ્કૂલ, બેયસ બિઝનેસ સ્કૂલમાંથી થયો છે, આ સાથે જ તેણીએ વારવિક યૂનિવર્સિટીમાંથી પણ ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો : સાબરકાંઠામાં ડાકણની શંકાએ હિંસક હુમલો: એકનું મોત, બે ગંભીર, પીડિત પરિવારને મળવા પહોંચી વિજ્ઞાન જાથા












