ટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનર્જીની ડિઝાઇન કરેલી ફૂટબોલ મૂર્તિ તોડવામાં આવી, કોલકાતા સ્ટેડિયમ બહાર મોટું એક્શન

Salt Lake Stadium Statue: પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમ (Salt Lake Stadium) ની બહાર શનિવારે સવારે એક મોટો બદલાવ જોવા મળ્યો છે. અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી એક અત્યંત વિવાદાસ્પદ ફૂટબોલ પ્રતિમાને તોડી પાડવામાં આવી છે. આ વિશિષ્ટ આકૃતિ વર્ષોથી સ્ટેડિયમના મુખ્ય ગેટ બહાર લાગેલી હતી જેને લઈને લાંબા સમયથી વિવાદ અને ચર્ચાઓ ચાલી રહી હતી. આ પ્રતિમા હટાવવાને કારણે હવે રમતપ્રેમીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી નવી ચર્ચા ફાટી નીકળી છે.

વાસ્તવમાં આ પ્રતિમાની અજીબોગરીબ બનાવટને લઈને શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો હતો. આ ડિઝાઇનમાં ધડ વગરના માત્ર બે પગ અને તેની ઉપર એક મોટો ફૂટબોલ રાખેલો દેખાતો હતો. સાથે જ તેની પર પૂર્વ ટીએમસી (TMC) સરકારનું પ્રતીક ગણાતો ‘બિશ્વા બાંગ્લા’ નો લોગો પણ લગાવેલો હતો. સ્ટેડિયમમાં આવતા ફૂટબોલ ફેન્સ અને સામાન્ય લોકો આ ડિઝાઇનને સ્ટેડિયમ જેવી વૈશ્વિક કક્ષાની પ્રતિષ્ઠિત જગ્યાના હિસાબે એકદમ અયોગ્ય અને કદરૂપી ગણાવતા હતા. શનિવારે સવારે જ્યારે લોકો VVIP ગેટ પાસે પહોંચ્યા ત્યારે આ આખી પ્રતિમા તોડી પાડેલી હાલતમાં મળી આવી હતી.

ખેલ મંત્રી નિશીથ પ્રામાણિકે પહેલા જ આપી હતી ચેતવણી

આ મામલે હવે પશ્ચિમ બંગાળનું રાજકારણ પણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળના ખેલ મંત્રી નિશીથ પ્રામાણિકે (Nisith Pramanik) ગત 17 મેના રોજ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આ પ્રતિમા સ્ટેડિયમની સુંદરતાને બગાડી રહી છે અને તેને ટૂંક સમયમાં જ હટાવી દેવામાં આવશે. તેમણે એક રાજકીય કટાક્ષ કરતા એમ પણ કહ્યું હતું કે આ કદરૂપી પ્રતિમા લાગ્યા બાદથી જ પૂર્વ સરકાર (TMC) ની મુશ્કેલીઓ અને પતન શરૂ થઈ ગયું હતું. સરકાર અત્યારે સોલ્ટ લેક સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા સુધારા કરવાની યોજના પર કામ કરી રહી છે.

બીજી તરફ ભાજપ (BJP) નેતા કીયા ઘોષે પણ આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, “જેવું પહેલા કહેવામાં આવ્યું હતું, સ્ટેડિયમની સામે લાગેલી આ કદરૂપી રચનાને હવે તોડી પાડવામાં આવી છે.”

ફિફા અંડર-17 વર્લ્ડ કપ દરમિયાન વર્ષ 2017માં લાગી હતી પ્રતિમા

આ વિવાદાસ્પદ પ્રતિમા વર્ષ 2017 માં ભારતમાં યોજાયેલા ‘FIFA U-17 વર્લ્ડ કપ’ પહેલા સ્ટેડિયમના આકર્ષણ માટે લગાવવામાં આવી હતી, પરંતુ તેના વિચિત્ર લુકના કારણે તે હંમેશા વિવાદોમાં જ રહી.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ફૂટબોલના મહાન ખેલાડી લિઓનેલ મેસ્સીનો ‘GOAT India Tour’ યોજાયો હતો, ત્યારે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે ભીડ અને ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. તે સમયે સ્ટેડિયમની અંદર ભારે હંગામો અને તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી, જે બાદ સ્ટેડિયમની સુરક્ષા અને વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. હવે આ પ્રતિમા તોડી પડાયા બાદ કોલકાતામાં રમત જગત અને રાજકીય સ્તરે એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ GST લાગુ થાય તો પેટ્રોલ 22 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે! સમજો આખું ગણિત

આ પણ વાંચોઃ કોકરોચ જનતા પાર્ટી ભારતને અસ્થિર કરવાના પ્રયાસનો ભાગ’, CJPને લઈને ભાજપનો મોટો દાવો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button