“મોદીને લોકોની ચિંતા નથી, માત્ર ચૂંટણી જીતવી છે”- મલ્લિકાર્જુન ખડગે

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે આસામના નીલમબજારમાં જાહેર સભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી દરેક ચૂંટણી પ્રચારમાં ભાષણ આપવા જાય છે, બસ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં જવાનું બાકી છે. દેશમાં લોકોને LPG નથી મળી રહ્યો, રીક્ષાવાળાઓને CNGની તકલીફ છે, પરંતુ તેમને જનતાની કોઈ ચિંતા નથી. મોદીને માત્ર ચૂંટણી જીતવી છે અને તેના માટે તેઓ કોઈપણ સાથે મિત્રતા કરી લે છે.”
ખડગેના આ નિવેદન પાછળ દેશવ્યાપી LPG અને CNGની અછતનો મુદ્દો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા સહિત અનેક શહેરોમાં રીક્ષા ડ્રાઇવરો અને ઘરગથ્થુ ઉપભોક્તાઓને ગેસ સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. આ અછતનું કારણ મધ્ય પૂર્વ (વેસ્ટ એશિયા)માં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપને કારણે LPG આયાતમાં અવરોધ છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારની યોજનાઓની નિષ્ફળતાનો આરોપ મૂક્યો છે, જ્યારે સરકારે મોટા પાયે અછતની વાતને નકારી છે.
ખડગેએ આસામની BJP સરકાર અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પણ આક્રમક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આસામમાં BJPએ ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે અને ડરના જોરે સરકાર ચલાવી રહી છે. જનતા હવે “વોટની ચોટ”થી જવાબ આપવા તૈયાર છે.
नरेंद्र मोदी हर चुनाव प्रचार में भाषण देने जाते हैं, बस म्युनिसिपैलिटी के चुनाव में उनका जाना बाकी है।
देश में लोगों को LPG नहीं मिल रही है। ऑटो वालों को CNG की दिक्कत है, लेकिन उन्हें जनता की चिंता नहीं है।
नरेंद्र मोदी को बस चुनाव जीतना है और इसके लिए वो किसी से भी दोस्ती कर… pic.twitter.com/iSkjxXIuXo
— Congress (@INCIndia) April 6, 2026
આ જ સભામાં ખડગેએ આસામમાં કોંગ્રેસની “પાંચ ગેરંટી”નો ઉલ્લેખ કર્યો, જેમાં મહિલાઓને આર્થિક સહાય, તમામને આરોગ્ય સુવિધા, જમીન અધિકાર અને અન્ય લોકકલ્યાણકારી યોજનાઓનો સમાવેશ છે.
આ પણ વાંચો: ‘ફોન કેમ નથી ઉઠાવતા? ખુદને આટલા મોટા ન સમજો…’ બંગાળના ટોપ અધિકારીને સુપ્રીમે કેમ લગાવી ફટકાર












