મહારત્ન કંપની HALને મળી મોટી સફળતા, ઇસરો પાસેથી મળી SSLV બનાવવાની ટેકનોલોજી

નવી દિલ્હી, 21 જૂન, 2025: ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રની મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ (HAL)એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (SSLV) બનાવવાની 511 કરોડ રૂપિયાની બીડ જીતી લીધી છે. તેની સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સે SSLV ટેકનોલોટી ટ્રાન્સફર હાંસલ કરી લીધુ છે. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથરાઇઝેશનસેન્ટર ((IN-SPACe)એ ગઇકાલે આ જાણકારી હતી.
ભારતની સ્પેસ ઇકોનોમિને થશે ફાયદો
એક રિપોર્ટમાં IN-SPACeના ચેરમેન ડૉ. પવન હોયંકાને ટાંકીને જણાવ્યુ હતુ કે આવુ પહેલી વાર છે જ્યારે કોઇ સ્પેસ એજન્સીએ કોઇ કંપનીને સંપૂર્ણ લોન્ચ વ્હિકલ ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. HALની પાસે હવે સ્વતંત્ર રીતે SSLV લોન્ચ બનાવવા, માલકી ધરાવનો અને વ્યાપારીકરણ કરવાની ક્ષમતા હશે. ગોયંકાએ આ સોદાને ભારતની મહત્ત્વાકાંક્ષી 44 અબજ ડોલરની સ્પેસ ઇકોનોમિ માટે મહત્ત્વપૂર્ણ બતાવ્યો છે કેમ કે ભારતે 2022માં 8.4 અબજ ડોલરનું કજ ધરાવતી ઇકોનોમિને 2033 સુધીમાં વધારીને 44 અબજ ડોલરનું કરવાનું છે.
શું છે તેનો હેતુ?
રોઇટર્સે તેના અહેવાલમાં પવન ગોયેન્કાને ટાંકીને જણાવ્યું હતું કે આ SSLV પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 500 કિલોગ્રામ સુધીના પેલોડને લઈ જઈ શકશે. તેનો હેતુ નાના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મોકલવાની વૈશ્વિક માંગને પૂર્ણ કરવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન પહેલીવાર રોકેટ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
HALને થશે ફાયદો
આ સોદાથી, HAL હવે દર વર્ષે 6-8 SSLV રોકેટ બનાવવાની અપેક્ષા રાખે છે. આનાથી દરેક રોકેટના લોન્ચ પર 6.5 મિલિયન ડોલનીની અંદાજિત આવક થશે. ગોયેન્કાએ જણાવ્યું હતું કે, SSLV રોકેટ બનાવવાનું કામ શરૂ થયા પછી HAL ને ફાયદો થશે. બે વર્ષ પછી, તે ભારતમાં SSLV બનાવનારી એકમાત્ર કંપની હશે.
ઘણી અન્ય કંપનીઓ પણ આ રેસમાં સામેલ છે
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઉપરાંત, બે અન્ય કન્સોર્ટિયમ પણ ISRO પાસેથી ટેકનોલોજી મેળવવાની રેસમાં સામેલ હતી. જોકે, મહિનાઓના ટેકનોલોજી અને નાણાકીય મૂલ્યાંકન પછી, HALએ આખરે આલ્ફા ડિઝાઇન ટેકનોલોજી અને ભારત ડાયનેમિક્સને હરાવ્યું હતું. શરૂઆતના તબક્કામાં, 20 કંપનીઓએ આ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સમાચાર સાથે, HALનો શેર ગઇકાલે બપોરે NSE પર 1.24 ટકા વધીને રૂ. 4,962.90 પર બંધ આવ્યો હતો.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની 27 જૂને બોર્ડ મીટિંગ થશે, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે રોકાણકારોને ડિવિડન્ડ આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.












