સરકારી સ્કૂલમાં ગરીબ બાળકો સાથે મજાક: મધ્યાહ્ન ભોજનમાં દાળની જગ્યા પાણી, કાચા ભાત પીરસાયા

રીવા: મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં ત્યોંથર તાલુકામાં આવેલા ચાકઘાટમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા સીએમ રાઈઝ સ્કૂલમાં બાળકોને મિડ ડે મીલના નામ પર વાહિયાત ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જે વાસણમાંથી બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસવામાં આવી રહ્યું છે, તેમાં દાળ અને શાક ઓછું ખાલી પાણી પાણી જ દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયો જોઈ લાગી રહ્યું છે કે સીએમ રાઈઝ સ્કૂલમાં મિડ ડે મિલના નામ પર ખૂબ ગોટાળા થઈ રહ્યા છે. જેમાં બાળકોને પૌષ્ટિક આહાર તો દૂર ઉલ્ટા મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

દાળમાં દાળ નહીં, શાકમાં બટાટા નહીં
હકીકતમાં જોઈએ તો, ગુરુવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોની જ્યારે પડતાલ કરી તો આ વીડિયો ત્યોંથર તાલુકાના ચાકઘાટમાં આવેલી સીએમ રાઈઝ સ્કૂલનો નીકળ્યો. ત્યાં ઊભેલા કોઈ શખ્સે તેનો વીડિયો બનાવી મોબાઈલમાં કેદ કરી લીધો. દાળ અને શાકના ડબ્બા ખોલતા તેમાં ખાલી પાણી જ દેખાઈ રહ્યું છે. ભાત પણ કાચા હતા. ખાવાનું પીરસી રહેલી મહિલાએ આ ઘટના બાદ દાળ અને શાકમાંથી પાણી કાઢી અલગ કર્યું ત્યાર બાદ દાળ અને શાકભાજી અંદર દેખાઈ હતી.

બાળકોએ ગાયને ખવડાવી દીધું
નાના વિદ્યાર્થીઓએ તેમની થાળીમાંથી પીરસવામાં આવેલું ભોજન ગાયોને ખવડાવી દીધું હતું. જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે દાળ અને શાકભાજીમાં ખૂબ પાણી છે. ચોખા પણ કાચા છે. હવે સામાજિક કાર્યકરોએ સમગ્ર મામલા માટે સરકારી વહીવટીતંત્ર અને ખોરાક બનાવતી એજન્સીઓને જવાબદાર ઠેરવી છે.
સામાજિક કાર્યકર બી.કે. માલા કહે છે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતું મધ્યાહન ભોજન પોષક તત્વો અને વિટામિનથી ભરપૂર છે પરંતુ રેવા જિલ્લામાં એવું કંઈ નથી. બાળકોને વિટામિન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક પીરસવો જોઈએ પરંતુ તે આપવામાં આવી રહ્યું નથી. પાણીથી ભરપૂર દાળ અને શાકભાજી ઔપચારિકતા તરીકે પીરસવામાં આવે છે.
આ પણ વાંચો: પત્રકારો માટે મોટી ખુશખબર આવી: આ રાજ્યમાં હવે દર મહિને 15 હજારનું પેન્શન મળશે












