ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પત્રકારો માટે મોટી ખુશખબર આવી: આ રાજ્યમાં હવે દર મહિને 15 હજારનું પેન્શન મળશે

પટના, 26 જૂલાઈ 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના પત્રકારો માટે એક મોટી ગિફ્ટ આપી છે. તેમણે બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના અંતર્ગત આપવામાં આવતી માસિક પેન્શનની રકમમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના હજારો સેવાનિવૃત પત્રખારો અને તેમના પરિવારને મોટી આર્થિક રાહત મળશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે આ યોજના અંતર્ગત પાત્ર પત્રખારોને દર મહિને 6000ની જગ્યચાએ 15,000 રુપિયાની સન્માન રાશિ આપવામાં આવશે. આ ડાયરેક્ટ અઢી ગણો વધારો છે. સરકારનું માનવું છે કે તેનાથી પત્રખારોને નિવૃતિ બાગ એક સન્માનજનક જીવન જીવવામાં મોટી મદદ મળશે.

પરિવારોનું પણ ધ્યાન રાખશે

એટલું જ નહીં સરકારે પત્રકારોના પરિવારોનું પણ ધ્યાન રાખ્યું છે. જો પેન્શન મેળવનારા કોઈ પત્રકારનું નિધન થઈ જાય તો તેમના આશ્રિત પતિ અથવા પત્નીને મળતા આ પારિવારિક પેન્શનને પણ વધારી દેવામાં આવશે. હવે તેમણે 3000ની જગ્યાએ દર મહિને 10,000 રુપિયા મળશે. આ રકમ આખી જિંદગી આપવામાં આવશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “પત્રકારો લોકશાહીનો ચોથો સ્તંભ છે અને સમાજના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમે શરૂઆતથી જ પત્રકારોની સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યા છીએ, જેથી તેઓ કોઈપણ દબાણ વિના નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી શકે અને નિવૃત્તિ પછી પણ સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે.”

સરકારના આ નિર્ણયને પત્રકાર સમુદાય માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે.

આ પણ વાંચો: ખાલી 37 બોલમાં સદી: 17 ચોગ્ગા-છગ્ગાથી ટીમ ડેવિડે બોલર્સને હંફાવી દીધા

Back to top button