ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મેક્રોનના રોકાણ સ્થળ પાસે જ દમાસ્કસમાં બ્લાસ્ટ, 4 ધડાકાથી સીરિયાની રાજધાની ધ્રૂજી; 3નાં મોત

World News: સીરિયાની રાજધાની દમાસ્કસ મંગળવારે જોરદાર વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macronની સીરિયા મુલાકાત દરમિયાન જ થયેલા આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટો એવા વિસ્તારમાં થયા જ્યાં મેક્રોનના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાની 25 મિનિટ પહેલા જ નીકળ્યા

મળતી માહિતી મુજબ દમાસ્કસના મધ્ય વિસ્તારમાં આવેલા ફોર સીઝન્સ હોટલની આસપાસ એક પછી એક ચાર જોરદાર ધડાકા થયા હતા. આ હોટલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ રોકાવાના હતા. જોકે ઘટનાના લગભગ 25 મિનિટ પહેલા જ મેક્રોન ત્યાંથી નીકળી ગયા હતા.

સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળ પરથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં એક વાહન સળગતું દેખાયું હતું, જ્યારે રસ્તા પર લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા.

સ્થાનિક મીડિયા અનુસાર સુરક્ષા દળોએ તરત જ વિસ્તારને ઘેરી લીધો અને તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ કે હુમલાખોરો અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

નવી સરકાર બાદ કોઈ પશ્ચિમી યુરોપીય નેતાની પહેલી મુલાકાત

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ફ્રાન્સ અને સીરિયા વચ્ચે રાજદ્વારી સંબંધોને લઈને મહત્ત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન સોમવારે સીરિયા પહોંચ્યા હતા, નવી સીરિયાઈ સરકારે સત્તા સંભાળ્યા બાદ કોઈ પશ્ચિમી યુરોપીય દેશના રાષ્ટ્રાધ્યક્ષની આ પહેલી મુલાકાત માનવામાં આવે છે. મેક્રોનની મુલાકાત દરમિયાન થયેલા આ વિસ્ફોટથી સીરિયાની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ બેંકનો નવો રિપોર્ટ : ભારતના 5 રાજ્ય અપર મિડલ ઈનકમ ક્લબમાં સામેલ
Back to top button