ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં વધ્યું ગેસનું સંકટ… સંસદમાં પણ નથી મળી રહી ચા – કોંગ્રેસ સાંસદ

LPG Crisis: મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિને કારણે દેશભરમાં ગેસ કટોકટી સર્જાઈ છે. પરિણામે, ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે અને ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધુમાં, દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. એટલુ જ નહીં, આ ગેસ કટોકટી હવે સંસદ સુધી પણ પહોંચી ગઈ છે. શનિવારે, LPG સંકટ પર સરકાર અને વિપક્ષ વચ્ચે સંસદમાં ગરમાગરમ ચર્ચા થઈ ત્યારે અનેક ખુલાસા થયા.

સરકાર દાવો કરે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને માંગને પહોંચી વળવા માટે કામ કરી રહી છે. જોકે, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સરકારના દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો સ્પષ્ટ તફાવત ઉજાગર કર્યો. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે સાંસદોને સંસદમાં ચા મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને કહ્યું કે કાળા બજારીને કારણે લોકોને 1,500 થી 2,000 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે કહ્યું, “એમાં કોઈ શંકા નથી કે અછત છે. હું રોઝા (ઉપવાસ) રાખી રહ્યો છું, પરંતુ ગઈકાલે સંસદમાં ચર્ચાનો વિષય એ હતો કે જ્યારે સાંસદોએ સંસદની કેન્ટીનમાં ચા કે કોફી માંગી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તે ઉપલબ્ધ નથી. અને છતાં, તમે દાવો કરો છો કે ગભરાવાની કોઈ જરૂર નથી.”

તેમણે વધુમાં કહ્યું કે કાળાબજારીના અહેવાલો છે, જેમાં 1,500 થી 2,000 રૂપિયા સુધીના ભાવ માંગવામાં આવી રહ્યા છે. જાવેદ ખાને સરકાર પર અનેક આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે સરકાર ભલે કહે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. તેમણે દાવો કર્યો કે કેન્ટીનમાં ગેસ ખતમ થઈ ગયો હોવાથી સંસદમાં સાંસદોને ચા કે કોફી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતે રોઝા કરી રહ્યા છે, પરંતુ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વળતો જવાબ આપ્યો

તેઓએ વિપક્ષ પર જવાબદારી ન નિભાવવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિથીને કારણે સપ્લાય ચેનમાં જે પડકારો આવી રહ્યા છે, તેને પહોંચી વળવા માટે સરકારે 50,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે, પરંતુ વિપક્ષ સાંભળવા તૈયાર નથી.

આ પણ વાંચો: ગેરકાયદેસર ધર્માંતરણ સાથેના લગ્નથી જન્મેલું બાળક કયા ધર્મનું હશે? આ રાજ્યની સરકાર કાયદો લાવશે

Back to top button