કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જુલાઇમાં કચ્છમાં એટલો સારો વરસાદ થયો કે રાજ્યમાં અગ્રેસર, પણ હવે આગાહી છતાં વરસાદે વિરામ લીધો

ભુજ, 29 જુલાઇ 2025: Rain બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડવા સાથે તે ગુજરાત પર સીધી આવવાના બદલે રાજસ્થાન તરફ સરકી જતાં આ રાઉન્ડમાં કચ્છમાં ધાર્યા મુજબની મેઘકૃપા ન વરસ્યાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. જુલાઇની શરૂઆતમાં સારામાં સારો વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે. 64 ટકા સાથે કચ્છ રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની યથાવત્ રાખેલી આગાહી વચ્ચે જિલ્લામાં અંકદરે ધાબડિયો માહોલ જોવા મળ્યો હતો. લોકોને મધ્યમ વરસાદની અપેક્ષા હતી પરંતુ ઝરમરથી સાવ હળવા ઝાપટાં ક્યાંક જ પડ્યા હતા.

ચાર દિવસમાં માત્ર ઝરમર કે ઝાપટા પડ્યા

ઉત્તર અને મધ્ય ગુજરાતને સારા વરસાદનો લાભ મળ્યો છે, પણ કચ્છ અને સારાષ્ટ્ર તેમાંથી બાકાત રહી ગયા છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો ચોક્કસથી જોવા મળ્યો છે. વાતાવરણ ધૂધળું બનવા સાથે કેટલાક સ્થળે રસ્તા ભીંજાય તેટલા છાંટા માંડ પડયા છે. હવામાન વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં પ્રથમ ચાર દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચાર વર્ષની સરખામણીએ જુલાઇનો સરેરાશ વરસાદ ઓછો

છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સેરરાશ રીતે ઓછો વરસાદ વરસ્યો છે. ધાબડિયા માહોલ વચ્ચે જિલ્લામાં સતત ત્રીજા દિવસે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. ભુજ, અંજાર-ગાંધીધામ અને નલિયામાં સરેરાશ 31થી 32 ડિગ્રી નોંધાતાં ગરમી-ઉકળાટમાં મામૂલી રાહત મળી હતી. નોંધનીય છે કે, જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યા બાદના દિવસોમાં વરસાદના વિરામના દિવસો વધુ જોવા મળ્યા છે.

આ પણ વાંચો:રાજકોટની પેઢીના ગાંધીધામના કર્મચારીએ લોનની 47 લાખની કરી ઊચાપત

આ પણ વાંચો:વર્ષમાં એક વાર જ તિરુપતિ દર્શન માટે આવે VIP, પૂર્વ ઉપરાષ્ટ્રપતિની અપીલ

Back to top button