ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જાણો દેશમાં અબજો ડોલરના રોકાણને આકર્ષનાર ખુદ વડાપ્રધાન મોદી ક્યાં કરે છે રોકાણ, સોનાથી લઇને એફડી સુધી

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 11 વર્ષથી દેશનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. તેમના દ્વારા અનેક સ્કીમની શરૂઆત કરવામાં આવી છે, એટલું નહી તેઓ અબજો ડોલરનું રોકાણ પણ ખેંચી લાવ્યા છે.. તેઓ હંમેશા મેક ઇન ઇન્ડિયામાં વિશ્વાસ કરતા આવ્યા છે. પીએમ મોદીના કાર્યકાળામાં નાના રોકાણકારોની સંખ્યા 2 કરોડથી વધીને 20 કરોડની થઇ ગઇ છે.

પરંતુ શું તમે જાણો છો કે ખુદ મોદી ક્યાં ક્યાં રોકાણ કરે છે. તેની સાથે જ તેમની પાસે કેટલું સોનું છે, ચાલો જાણીએ તેના વિશે…

શું શું છે પોર્ટફોલિયોમાં સામેલ?

પીએમ મોદી પાસે 52,920 રૂપિયા રોકડા છે. આ ઉપરાંત, તેમણે બેંકમાં કુલ 2,86,40,642 રૂપિયા રાખ્યા છે. આમાં SBI ગાંધીનગર શાખામાંથી 73,304 રૂપિયા અને SBI શિવાજી નગર, વારાણસી વગેરેમાં 7000 રૂપિયાનો સમાવેશ થાય છે.

તેમણે કઈ પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કર્યું?

પીએમ મોદીની પ્રિય પોસ્ટ ઓફિસ યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે. તેમણે NSCમાં કુલ 9,12,398 રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે NSC સાથે વિવિધ પ્રકારના પ્રમાણપત્રો છે.

NSC નંબર 475961xxxxx – 2,15,455

NSC નંબર 02000800xxxxx- 1,93,471

NSC નંબર 02003199xxxxx- 1,82,746

NSC નંબર 02005485xxxxx- 1,70,248

NSC નંબર 02010950xxxxx- 1,50,478

આ બધામાં 1,50,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. હાલમાં આ યોજનામાં 7.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

સોનાના દાગીના કેટલા સામેલ છે?

આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી પાસે 45 ગ્રામની 4 વીંટીઓ છે, જેની કિંમત 2,67,750 રૂપિયા છે. આ ઉપરાંત, પીએમ મોદી દ્વારા કુલ 3,33,179 રૂપિયાનો આવકવેરા દાવો કરવામાં આવ્યો છે.

મિલકત કેટલી છે?

Mynetaની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદી પાસે ખેતી માટે જમીન નથી કે રહેવા માટે કોઈ મકાન નથી.

શું તેમણે શેરબજારમાં રોકાણ કર્યું છે?

વેબસાઇટ અનુસાર, પીએમ મોદીએ શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટની આજથી થશે હરાજી, તમે પણ લગાવી શકો છો બોલી

Back to top button