ટ્રેન્ડિંગમનોરંજન

કિરણ રાવ હજુ પણ પાછળ આમિર ખાનનું નામ લગાવે છે? હોસ્પિટલથી શેર કરી તસવીરો

HD ન્યુઝ ડેસ્કઃ ફિલ્મ નિર્માતા કિરણ રાવે Kiran Rao તાજેતરમાં જ તેમના હેલ્થ વિશે એક અપડેટ શેર કર્યું છે. કિરણે એપેન્ડિક્સ સર્જરી કરાવી, હવે સ્વસ્થ થઈ રહી છે અને ઘરે પાછી ફરી છે. તેમણે હોસ્પિટલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાંથી એકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. કિરણના કાંડા પર આમિર ખાન Aamir Khanનું નામ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના છૂટાછેડા પર સવાલ ઉઠાવ્યા હતા.

કિરણની સર્જરી થઈ

કિરણે ખુલાસો કર્યો કે તેનું એપેન્ડિક્સ 12 મીમીનું હતું અને સર્જરી સફળ રહી હતી. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમા તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે તે નવા વર્ષની પાર્ટીની તૈયારી કરી રહી હતી, પરંતુ તેના એપેન્ડિક્સે તેને થોડું રોકાવાની અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની યાદ અપાવી હતી. તેણે આ સમય દરમિયાન સતત સંભાળ રાખવા બદલ ડોકટરો, હોસ્પિટલની મેડિકલ ટીમ, મિત્રો અને પરિવારનો પણ આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kiran Rao (@raodyness)

તસવીરોમાં કિરણે હોસ્પિટલમાંથી તેના રૂમનું એક દૃશ્ય, એક સેલ્ફી અને તેના હોસ્પિટલ આઈડી ટેગ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ એક ચોક્કસ વિગત જોઈને ચોંકી ગયા હતા. કિરણના કાંડા પરના હોસ્પિટલ આઈડી ટેગ પર કિરણ આમિર રાવ ખાન લખ્યું હતું. આ વિગતે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા અને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા થયા પછી પણ તેમના નામ શા માટે સાથે છે.

આ મુદ્દા પર ઓનલાઈન મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે, કેટલાક લોકોએ તેને આઘાતજનક ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ ધ્યાન દોર્યું છે કે તબીબી અથવા સત્તાવાર રેકોર્ડમાં નામો ઘણીવાર લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે છે, ખાસ કરીને જ્યારે કૌટુંબિક ઓળખની વાત આવે છે.

આમિર અને કિરણનો સંબંધ

આમિર ખાન અને કિરણ રાવે 2005 માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર, આઝાદ રાવ ખાન છે, જેનો જન્મ 2011માં સરોગસી દ્વારા થયો હતો. 2021માં તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાની જાહેરાત કરી, પરંતુ સ્પષ્ટતા કરી કે તેઓ તેમના પુત્રનો ઉછેર સાથે કરશે અને એક પરિવાર તરીકે નજીક રહેશે. આમિર હાલમાં ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ હાથીઓનો ડર એટલો છે કે ઝાડ પર આશરો લઈ રહ્યાં છે ગ્રામજનો…MPના આ ગામમાં દહેશત

Back to top button