ટ્રેન્ડિંગનેશનલમીડિયા

હનુમાનજીને રાજકીય પ્રચારમાં વાપરતા વીડિયો પર કેજરીવાલનો વિરોધ

Kejriwal protests : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. વીડિયોમાં હનુમાનજીના વેશમાં એક વ્યક્તિ ભાજપનો ઝંડો લઈને રોડ શોમાં નાચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા કેજરીવાલે કહ્યું કે આ સમગ્ર હિંદુ સમાજની આસ્થાનો અપમાન છે અને ભાજપે દેશના હિંદુઓ પાસે માફી માંગવી જોઈએ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નિતિન નવીનના રોડ શોમાં સામે આવ્યો વીડિયો

વાયરલ વીડિયોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન રોડ શો કરતા જોવા મળે છે. તેમના વાહન આગળ હનુમાનજીના વેશમાં એક વ્યક્તિ ભાજપનો ઝંડો લઈને નૃત્ય કરતો દેખાય છે. આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલે પોતાના X હેન્ડલ પર વીડિયો શેર કરીને લખ્યું કે, “હિંદુ ધર્મનું જેટલું નુકસાન અને અપમાન તમે કર્યું છે, એટલું કદાચ હજારો વર્ષના ઇતિહાસમાં પણ કોઈએ નથી કર્યું. ભગવાનને સત્તા અને પૈસા માટે ઉપયોગ કરવો શરમજનક છે.”

“હિંદુ સમાજથી માફી માંગો” – કેજરીવાલ

કેજરીવાલે વીડિયોને લઈને સીધું ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભગવાન રામ અને હનુમાનજી કરોડો લોકોની આસ્થા છે. તેમને રાજકીય પ્રચાર માટે ઉપયોગમાં લેવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે આવા કૃત્ય માટે ભાજપે સમગ્ર હિંદુ સમાજ પાસે માફી માંગવી જોઈએ.

બે તસવીરો દ્વારા વિચારધારાનો તફાવત બતાવ્યો

અરવિંદ કેજરીવાલે બીજી એક પોસ્ટમાં ગોવાના ઐતિહાસિક મારુતિ મંદિરમાં દર્શન કરતી પોતાની તસવીર અને ભાજપના રોડ શોના વીડિયોની સરખામણી કરી. તેમણે લખ્યું કે આ બે તસવીરો હિંદુ આસ્થાને લઈને બે અલગ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે કહ્યું કે તેમની પાર્ટી ભગવાન રામ અને હનુમાનજીમાં શ્રદ્ધા રાખે છે, જ્યારે ભાજપ માટે ભગવાન માત્ર સત્તા મેળવવાનું સાધન બની ગયા છે.

ભાજપના નિવેદન પર પણ કર્યો પ્રહાર

ભાજપ અધ્યક્ષ નિતિન નવીને તાજેતરમાં વિપક્ષી નેતાઓ પર હિંદુ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ શેર કરીને સવાલ કર્યો – “તમે કોણ છો?”

રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ગરમાવો વધી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર બંને પક્ષના સમર્થકો વચ્ચે ભારે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: પત્નીની મંજૂરી સર્વોપરી! ગર્ભ રાખવો કે નહીં, નિર્ણય માત્ર મહિલાનો: હાઈકોર્ટ

Back to top button