ટોપ ન્યૂઝનેશનલ

“દિલ્હીના રહેમાન ડકૈત” કહી કેજરીવાલ પર વરસ્યા પરવેશ વર્મા, નવા ઘરને લઈને વિવાદ

 

દિલ્હીના મંત્રી પરવેશ વર્માએ જણાવ્યું કે કેજરીવાલ લાંબા સમયથી દિલ્હીમાં સરકારી બંગલાની માંગ કરી રહ્યા હતા અને તેમને તાજેતરમાં લોધી એસ્ટેટમાં નવું ઘર ફાળવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે તેના ફોટા સામે આવ્યા ત્યારે તે ખૂબ જ ચોંકાવનારા હતા.

દિલ્હી સરકારના મંત્રી પરવેશ વર્માએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા તેમને “દિલ્હીના રહેમાન ડકૈત” ગણાવ્યા છે. વર્માએ આરોપ લગાવ્યો કે ફિલ્મ ધુરંધરની સિક્વલની જેમ કેજરીવાલે હવે દિલ્હીના લોધી એસ્ટેટમાં પોતાના માટે “શીશ મહેલ 2” બનાવ્યો છે. તેમણે અનેક ફોટોગ્રાફ્સ જાહેર કર્યા અને કહ્યું કે, આ ફોટા કેજરીવાલના નવા ઘરના છે. જોકે, આમ આદમી પાર્ટી (AAP) એ આ દાવાને નકારી કાઢ્યો છે.

AAP સાંસદ સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું કે પરવેશ વર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા કેજરીવાલના નિવાસસ્થાનના ફોટા સંપૂર્ણપણે નકલી છે. AAP એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કેજરીવાલના ઘરના ફોટા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરવેશ વર્માએ કહ્યું હતું કે, જે વ્યક્તિ એક સમયે “આમ આદમી” ની જેમ જીવવાનો અને સાદગીનો દાવો કરતો હતો તે હવે 94-95 લોધી એસ્ટેટમાં સ્થળાંતરિત થઈ ગયો છે. જે દિલ્હીના સૌથી મોંઘા અને ભવ્ય વિસ્તારોમાંથી એક છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો: “આમ આદમી પાર્ટીનું નામ હવે ‘આલીશાન આદમી પાર્ટી’ રાખવું જોઈએ. કેજરીવાલે જાહેર કરવું જોઈએ કે આ નવા બંગલામાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે અને તે કોના પૈસા છે.”

પંજાબ અને દિલ્હી વચ્ચે સરખામણી

ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે દિલ્હીના મતદારોએ “રહેમાન ડકૈત” ને નકારી કાઢ્યા પછી, તેમણે પોતાનું ધ્યાન પંજાબ તરફ વાળ્યું, જ્યાં તેમણે મુખ્યમંત્રી ભગવંત માન માટે મુશ્કેલીઓ ઊભી કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પંજાબમાં, મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનની નજીક સ્થિત ચાર મોટા સરકારી બંગલા હાલમાં કેજરીવાલ અને તેમના નજીકના સાથીઓ સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને મનીષ સિસોદિયા દ્વારા કબજે કરવામાં આવ્યા છે. વર્માના મતે, કેજરીવાલે અગાઉ પંજાબમાં પણ “શીશ મહેલ” બનાવ્યો હતો, અને હવે દિલ્હીમાં પણ તે જ પેટર્નનું પુનરાવર્તન કરી રહ્યા છે.

પરવેશ વર્માએ જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હી કોવિડ લહેરનો સામનો કરી રહ્યું હતું અને લોકો દવાઓના અભાવે મરી રહ્યા હતા, ત્યારે કેજરીવાલના જૂના ‘શીશ મહેલ’ પર કામ એક દિવસ માટે પણ અટક્યું ન હતું. નિવાસસ્થાનનો લેઆઉટ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે, જો કેજરીવાલે કમરાઓની સજાવટ પાછળ ખર્ચ કરવામાં આવેલા દિમાગનો નાનો હિસ્સો પણ દિલ્હીની સમસ્યાઓના ઉકેલ સમર્પિત કર્યો હોત, તો તેમના પ્રામાણિક પક્ષના કાર્યકરો આજે પાર્ટી છોડીને ન ગયા હોત.

ભાજપે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલે દિલ્હીના લોકો સાથે દગો કર્યો છે. એક તરફ, દિલ્હીનું મૂળભૂત માળખું તૂટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, આમ આદમી પાર્ટીના વડા એક પછી એક આલિશાન બંગલા બદલી રહ્યા છે. હાલમાં, આમ આદમી પાર્ટીએ આ આરોપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા જારી કરી નથી. જોકે, દિલ્હીમાં ફરી એકવાર ‘બંગલા રાજકારણ’ ચરમસીમાએ છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં વિવાદ: ગુનાહિત ઇતિહાસ ધરાવનારને એજન્ટ બનવાની મંજૂરી, નિષ્પક્ષતા પર ઉઠ્યા સવાલ

 

Back to top button