ટ્રેન્ડિંગનેશનલ

કેદારનાથ યાત્રા થશે સરળ: 4000 કરોડના ખર્ચે બનશે 12.9 કિ.મી લાંબો રોપ-વે, 36 કલાકની મુસાફરી 8 કલાકમાં થશે પૂરી

હિમાચલ પ્રદેશઃ 15 ઓક્ટોબર, 2025: Himachal Pradesh Ropeway: હિમાલયની ઊંચાઈ પર આવેલું કેદારનાથ ધામ, હિંદુઓ માટે આસ્થાનું પ્રતીક છે. જોકે, બદલાતા હવામાન, વરસાદ, હિમવર્ષા અને મુશ્કેલ રસ્તાઓને કારણે અહીં પહોંચવું શ્રદ્ધાળુઓ માટે ઘણીવાર પડકારજનક બની રહે છે, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે.

પરંતુ હવે આ યાત્રાને સરળ બનાવવા માટે અદાણી ગ્રુપ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપ 4000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 12.9 કિલોમીટર લાંબો રોપ-વે બનાવશે. આ રોપ-વેની મદદથી સોનપ્રયાગથી કેદારનાથ સુધીની 8 થી 9 કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં પૂરી કરી શકાશે.

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “કેદારનાથ ધામની કઠિન ચઢાઈ હવે સરળ બનશે. અદાણી સમૂહ શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે આ રોપ-વે બનાવી રહ્યું છે. આ પુણ્ય કાર્યનો હિસ્સો બનવું અમારા માટે ગર્વની વાત છે.”

રોપ-વેની વિશેષતાઓ

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં રોપ-વેની વિશેષતાઓ જણાવવામાં આવી છે:

  • લંબાઈ અને સમય:9 કિલોમીટર લાંબા આ રોપ-વેથી યાત્રાનો સમય 8-9 કલાકથી ઘટીને માત્ર ૩૬ મિનિટ થશે.
  • યાત્રી ક્ષમતા: દર કલાકે 1800 યાત્રીઓ એક દિશામાં મુસાફરી કરી શકશે.
  • ટેક્નોલોજી: રોપ-વેની ગોંડોલામાં 35 સીટોની વ્યવસ્થા હશે. આ ભારતનો પહેલો 3S (Tricable) રોપ-વે હશે, જે દુનિયાની સૌથી સુરક્ષિત અને આધુનિક ટેક્નોલોજી પર આધારિત છે.

પ્રકૃતિ અને આસ્થાનું સંતુલન

અદાણી ગ્રુપે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે આ રોપ-વે સમયની બચત કરશે અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે. જેનાથી વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સરળતાથી યાત્રા કરી શકશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.

વીડિયોમાં પ્રકૃતિના સંરક્ષણની વાત પણ કરવામાં આવી છે. અદાણી ગ્રુપે સતત નિર્માણ, મંજૂરી અને સ્થાનિક ભાગીદારીનું વચન આપ્યું છે, જેથી પ્રકૃતિ અને આસ્થા વચ્ચે સંતુલન જળવાઈ રહે. આ રોપ-વેથી ભારતની વિરાસત વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ કોમનવેલ્થ એક્ઝિક્યુટિવ બોર્ડે ભલામણ કરી, CWG Games 2030 અમદાવાદમાં યોજાશે

આ પણ વાંચોઃ નિવૃત્ત અધિકારીના ઘરમાંથી મળ્યો ખજાનો! કરોડોના ઘરેણાં, લક્ઝરી કાર અને 75 લાખ રોકડ

Back to top button