ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

એક્ટ્રેસનો ફૂટ્યો ભાંડો! શરીર પર સંતાડીને લાવતી સોનું, એક વર્ષમાં 127 કિલો સોનાની તસ્કરી

Actress Gold Smuggling Case: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હાલમાં ભારે વિવાદમાં છે. પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે એક્ટ્રેસ અને તેના સહયોગી એક મોટા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટનો હિસ્સો હતા.

આફ્રિકામાં છેતરપિંડી થઈ અને પછી શરૂ કરી તસ્કરી

શરૂઆતમાં એક્ટ્રેસ અને તેનો સહયોગી આફ્રિકાના યુગાન્ડા અને કેન્યા જેવા દેશોમાંથી સીધું સોનું આયાત કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે તેમણે દુબઈમાં ‘વીરા ડાયમંડ્સ ટ્રેડિંગ LLC’ નામની કંપની પણ બનાવી. જોકે, આફ્રિકાના એજન્ટોએ તેમની સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ નુકસાન બાદ તેમણે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી અને દુબઈના લોકલ માર્કેટ (દહેરા ગોલ્ડ સૂક) માંથી રોકડમાં સોનું ખરીદવાનું શરૂ કર્યું.

102 કરોડનું સોનું અને બોડી કેવિટીમાં છુપાવીને લાવવાની રીત

તપાસમાં બહાર આવ્યું છે કે, માર્ચ 2024 થી માર્ચ 2025 વચ્ચે રાન્યાએ 15 વખત દુબઈની મુસાફરી કરી. તેણે કુલ 127.87 કિલો સોનું ભારત લાવ્યું, જેની બજાર કિંમત આશરે 102 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસનો સહયોગી ફેક ડોક્યુમેન્ટ્સ બનાવતો હતો, જેમાં દર્શાવવામાં આવતું કે સોનું દુબઈથી સ્વિટ્ઝર્લેન્ડ કે થાઈલેન્ડ જઈ રહ્યું છે. પરંતુ હકીકતમાં, એક્ટ્રેસ દુબઈ એરપોર્ટ પર જ સોનું મેળવી લેતી અને તેને પોતાના શરીરમાં (Body Cavity) છુપાવીને ભારત લાવતી હતી.

EDની કડક કાર્યવાહી

આ કેસમાં CBIએ FIR નોંધી હતી, જેના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં એજન્સીએ એક્ટ્રેસ 34 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કુર્ક (Attach) કરી છે. તપાસ એ પણ ચાલી રહી છે કે આ સિન્ડિકેટમાં કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ.

આ પણ વાંચોઃ ઈંધણના નિયમોમાં ફેરફાર ખેડૂતો અને ટાવર કંપનીઓને છૂટછાટ, સામાન્ય વાહનચાલકો માટે જૂના નિયમો યથાવત

આ પણ વાંચોઃ Rajkot: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button