‘…મને ખૂબ પસંદ હતા’, બચ્ચન પહેલાં આ સુપર સ્ટારની દીવાની હતી જયા બચ્ચન, કરણના શૉમાં ખોલ્યું જૂનું રાઝ

મહારાષ્ટ્રઃ 24 ઓક્ટોબર, 2025: બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ જયા બચ્ચને કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ પર એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે, એક્ટર ધર્મેન્દ્ર પર તેમને ક્રશ હતો અને તેમને પહેલીવાર જોઈને તેઓ ગભરાઈ ગયાં હતાં.
‘બસંતી’નો રોલ કરવો હતો:
જયા બચ્ચને કહ્યું, “મારે બસંતીનું પાત્ર ભજવવું હતું, કારણ કે મને ધર્મેન્દ્ર ખૂબ પસંદ હતા. જ્યારે મેં તેમને પહેલીવાર જોયા ત્યારે હું ખૂબ ગભરાઈ ગઈ, મને સમજ નહોતી પડતી કે શું કરું. ત્યાં એક શાનદાર દેખાતો વ્યક્તિ હતો. તેમણે સફેદ પેન્ટ અને શૂઝ પહેર્યા હતા, બિલકુલ કોઈ ગ્રીક ગૉડ જેવા લાગતા હતા.”
જયાએ આ વાત માત્ર શોમાં જ નહીં, પરંતુ ધર્મેન્દ્રના પત્ની હેમા માલિનીની સામે પણ સ્વીકારી હતી.
‘ગુડ્ડી’થી બોલિવૂડમાં પ્રવેશ:
જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની બંગાળી ફિલ્મ ‘મહાનગર’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના આઠ વર્ષ બાદ, તેમણે 1971માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’થી બોલિવૂડમાં પગ મૂક્યો. આ ફિલ્મમાં જયા બચ્ચને એક એવી છોકરીનો રોલ કર્યો હતો જે પોતાના ફિલ્મી આદર્શ ધર્મેન્દ્રની દીવાની હોય છે.
રિયલ લાઇફમાં પણ ધર્મેન્દ્રથી પ્રભાવિત:
ફિલ્મ ‘ગુડ્ડી’માં પોતાના આદર્શને પ્રેમ કરતી છોકરીનું પાત્ર ભજવનાર જયા, રિયલ લાઇફમાં પણ ધર્મેન્દ્રથી સંપૂર્ણપણે પ્રભાવિત હતાં. દાયકાઓ પછી, આ બંને કલાકારો કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે ફરીથી સાથે આવ્યા હતા.
ધર્મેન્દ્રએ જયા સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું હતું, “વર્ષો પછી પોતાની ગુડ્ડી સાથે… ગુડ્ડી… જે ક્યારેય મોટી ફૅન હતી મારી… એક ખુશખબરી.”
ધર્મેન્દ્ર માટે જયા આજે પણ ‘ગુડ્ડી’:
એક જૂના ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ આ ખાસ સંબંધ પર વાત કરતાં જણાવ્યું હતું કે, તે આજે પણ જયાને પોતાની વહાલી ‘ગુડ્ડી’ માને છે. તેમણે કહ્યું: “મારા માટે, તે હજી પણ ગુડ્ડી જ છે, તે જ સુંદર સ્મિત સાથે. તે અમારા પરિવારના સભ્ય છે અને હંમેશા અમારા માટે એક નાની બાળકી જ રહેશે.”
આ પણ વાંચોઃ પૃથ્વી કરતાં ચાર ગણી મોટી ‘બીજી પૃથ્વી’ મળી આવી, 2025ની સૌથી મોટી શોધ
આ પણ વાંચોઃ ઘરે બેઠા દર મહિને ₹61,000 કમાઓ. શું તમે આ સરકારી યોજના વિશે જાણો છો?











