ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Israel Iran Conflict: કરારો જવાબ મળશે…. ઇઝરાયલના હુમલાથી હચમચી ગયેલા ઇરાને કરી દીધું એલાન

અમેરિકાના સમર્થનથી ઇઝરાયલે આજે ધોળા દિવસે ઈરાન પર ખતરનાક હવાઈ હુમલો કરી દીધો, જેનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. આ હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈરાને પણ હવે ધમકી આપી દીધી છે. સૂત્રોના અહેવાલ મુજબ ઈરાને ઇઝરાયલના હુમલાનો જોરદાર વળતો જવાબ આપવાની વાત કરી છે. નોંધનીય છે કે જીનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક આ હુમલો ઘણા પ્રશ્નો ઉભા કરે છે. દરમિયાન, ટોચના નેતા ખામેની પણ ગાયબ થઈ ગયા છે અને ક્યાંક ગુપ્ત સ્થળે સંતાઈ ગયા છે.

ઇઝરાયલી હુમલા પર ઈરાનનો જવાબ

ઈઝરાયલ દ્વારા ધોળા દિવસે કરવામાં આવેલા આ હવાઈ હુમલાથી ઈરાન ગુસ્સે ભરાયું છે. ઈરાને પણ સ્પષ્ટ કહી દીધુ છે કે ઈરાનનો જવાબ ખુબ જ ગંભીર અને વિનાશક હશે. સૂત્રો સૂચવે છે કે તેહરાન બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે, એમ એક ઈરાની અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું.

Latest and Breaking News on NDTV

અંત તમારા નિયંત્રણમાં નથી…

ઈરાનના સંરક્ષણ પરિષદના વડા, ઇબ્રાહિમ અઝીઝીએ X પર પોસ્ટ કરીને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું, “અમે તમને પહેલાથી જ ચેતવણી આપી હતી. હવે તમે એવા રસ્તા પર આગળ વધી ગયા છો જેનો અંત તમારા નિયંત્રણમાં નથી.”

આ પણ વાંચો: Israel US Attack on Iran: ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પનું પહેલુ નિવેદન, “ખામેની કાંતો શરણાગતિ સ્વીકારે, કાંતો મોતનો સામનો કરે.”

Back to top button