Israel Iran War: ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઇરાન પર હુમલો કર્યો, 30 સ્થળોએ વિસ્ફોટ કર્યા

ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કરી દીધો છે. સમગ્ર ઇરાનમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઇઝરાયલી વાયુસેનાએ આ માહિતી આપી છે. તેહરાનમાં ઘણી જગ્યાએ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. હવે ઇઝરાયલમાં પણ સાયરન વાગી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે એક સાથે અનેક બેલિસ્ટિક મિસાઇલોથી ઇરાન પર આ હુમલો કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનને આપવામાં આવી રહેલી હુમલાની સતત ધમકીઓ વચ્ચે ઇઝરાયલે આ હુમલો કર્યો છે.
#WATCH | Tehran, Iran | Israel has launched a preventative missile attack against Iran, the Israeli defence minister said; visuals of the aftermath of the strike in Iran as a plume of smoke billows into the sky
The U.S. participated in the (Iran) attack and was also carrying out… pic.twitter.com/tzfR1WnDhO
— ANI (@ANI) February 28, 2026
અનેક સ્થળોએથી આગની જ્વાળાઓ અને ધુમાડા નીકળ્યા
ઇઝરાયલી હુમલાઓ બાદ તેહરાનમાં અનેક સ્થળોએ આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળી રહ્યો છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાં કોઈ પ્રગતિ થઈ નથી. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવવાનું બંધ કરે અને યુરેનિયમનું સંવર્ધન બંધ કરે. જોકે, ઇરાન શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ શક્તિ બનવા માંગે છે. તે યુરેનિયમ સંવર્ધન છોડવા તૈયાર નથી, જેના કારણે ઇરાન પર આ બીજો હુમલો થયો.
Israel has launched pre-emptive strikes on Iran. pic.twitter.com/nChV0pFjG1
— Elite Predators (@elitepredatorss) February 28, 2026
અમેરિકાની ધમકીઓ વચ્ચે થયો હુમલો
ઈઝરાયલે આ હુમલો અમેરિકાની ધમકીઓ વચ્ચે કર્યો છે. જેમાં ટ્રમ્પ સતત ઈરાનને હુમલાની ધમકીઓ આપી રહ્યા હતા. અમેરિકન સૈન્યએ પહેલાથી જ ઇરાનને ચારેય બાજુથી ઘેરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે એક સાથે 30 સ્થળોએ ધમાકા કર્યા છે.
hotos and video now emerging from Tehran and surrounding areas of explosions, as Israeli media says that preemptive strikes against Iran have been carried out. Early reports and footage of possible Tomahawk Land Attack Missiles (TLAM) en-route over Iraq have also surfaced. If… pic.twitter.com/RN5Vrzhq2c
— OSINTdefender (@sentdefender) February 28, 2026
તેહરાન ટાઈમ્સે પણ પુષ્ટિ કરી
ઈરાનના અગ્રણી અખબાર, તેહરાન ટાઈમ્સે પણ ઈરાન પર હુમલાની પુષ્ટિ કરી છે. તેહરાન ટાઈમ્સે હુમલાનો વીડિયો જારી કર્યો અને અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં અનેક સ્થળોએ વિસ્ફોટ થયા છે.
ઇઝરાયલી વાયુસેનાએ લોકોને સ્થળાંતર કરવા વિનંતી કરી
ઈરાન પરના હુમલા બાદ ઈઝરાયલી વાયુસેનાએ જણાવ્યું હતું કે છેલ્લી થોડી મિનિટોમાં સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગ્યા હતા અને સુરક્ષિત વિસ્તારોની નજીક રહેવા માટે મોબાઈલ ઉપકરણો પર સૂચનાઓ આપવામાં આવી હતી. ઇઝરાયલ તરફ મિસાઇલો છોડવાની શક્યતા માટે જનતાને તૈયાર કરવા માટે આ એક ચેતવણી છે. જનતાને સુરક્ષિત વિસ્તારોની આસપાસ રહેવા વિનંતી કરવામાં આવે છે.
In the last few minutes, sirens were sounded all throughout Israel, with an advance instruction alert directly to cellular devices to stay within proximity to protected spaces.
This is a proactive alert to prepare the public for the possibility of missiles being launched toward…
— Israel Defense Forces (@IDF) February 28, 2026
ઇઝરાયલમાં તમામ મુખ્ય કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ
ઇઝરાયેલી વાયુસેનાએ દેશના તમામ વિસ્તારોને સંપૂર્ણ સક્રિયકરણથી આવશ્યક સક્રિયકરણ તરફ ખસેડવાનો નિર્ણય લીધો છે. આવશ્યક ક્ષેત્રો સિવાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મેળાવડા અને કાર્યસ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IDF એ જનતાને હોમ ફ્રન્ટ કમાન્ડની સત્તાવાર ચેનલો પર પ્રકાશિત માર્ગદર્શિકાનું પાલન કરવા પણ વિનંતી કરી.
Reports in Iran
This is/was Khamenei’s house pic.twitter.com/sZVAhZx5Dm
— Eylon Levy (@EylonALevy) February 28, 2026
આ પણ વાંચો: Israel Attacks On Iran: અંતે યુદ્ધ શરુ, ઇઝરાયલનો ઇરાન પર ભીષણ હુમલો












