ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Israel Attacks On Iran: અંતે યુદ્ધ શરુ, ઇઝરાયલનો ઇરાન પર ભીષણ હુમલો

Israel Iran News: ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને ઇરાન સામે હુમલની પુષ્ટિ કરી છે. તેહરાનમાં અનેક વિસ્ફોટોના સમાચાર છે. આ કાર્યવાહી યુએસ-ઈરાન પરમાણુ વાટાઘાટો વચ્ચે કરવામાં આવી છે, જેનાથી પ્રાદેશિક તણાવ વધુ વધી રહ્યો છે.

ઇઝરાયલે ઈરાન સામે “પ્રિવેન્ટિવ એટેક” એટલે કે એહતિયાતી સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇઝરાયલના રક્ષા મંત્રાલયે શનિવાર સવારે આ ઓપરેશનની પુષ્ટિ કરી છે. સાથે સાથે ઇઝરાયલી સેનાએ પોતાના નાગરિકો માટે “પ્રોએક્ટિવ એલર્ટ” જારી કર્યું છે. સમગ્ર દેશમાં સાયરન વાગાડવામાં આવ્યા છે જેથી સંભવિત ઈરાની મિસાઇલ હુમલાની શક્યતા વચ્ચે લોકો સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી શકે.

દરમિયાન, ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક શક્તિશાળી વિસ્ફોટો થયાના હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈરાની મીડિયા અને સ્થાનિક સાક્ષીઓના જણાવ્યા અનુસાર, રાજધાનીના મધ્ય ભાગમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. જોકે, ઈરાની અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર રીતે હુમલાઓની પુષ્ટિ કરી નથી કે નુકસાનની જાણકારી આપી નથી.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને વાતચીત ચાલી રહી હતી. બંને દેશો વચ્ચે ગુરુવારે જીનીવામાં ત્રીજા રાઉન્ડની વાટાઘાટો થઈ હતી અને આજે બીજો રાઉન્ડ યોજાવાનો હતો. લશ્કરી કાર્યવાહીએ રાજદ્વારી પ્રયાસો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનને “ખૂબ જ મુશ્કેલ” અને “ખૂબ જ ખતરનાક” ગણાવ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વધતા સુરક્ષા ખતરાને ટાંકીને ઇઝરાયલથી બિન-આવશ્યક દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાની મંજૂરી આપી હતી.

પશ્ચિમ એશિયા પહેલાથી જ તણાવનો અનુભવ કરી રહ્યું છે. ઇઝરાયલી પગલા અને તેહરાનમાં વિસ્ફોટોના અહેવાલોએ પરિસ્થિતિને વધુ વણસી છે. દુનિયા હવે ઇરાનના સંભવિત પ્રતિભાવ અને આગળની રાજદ્વારી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: હવે ભારતના બે મિત્ર દેશો વચ્ચે તણાવ ઉભો થયો, રાજદ્વારી સંબંધો તાત્કાલિક અસરથી સ્થગિત

Back to top button