સોનાની તેજી શું મંદીનો ખતરો છુપાવી રહી છે? આગામી બે મહિના ફુગાવો નેગેટિવ રહી શકે છે; રિપોર્ટમાં દાવો
બિઝનેસ, 15 નવેમ્બર: SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર, જો મોંઘવારીના આંકડામાંથી સોનાના ભાવને હટાવી દેવામાં આવે, તો ભારતમાં છૂટક ફુગાવો (રિટેલ ઇન્ફ્લેશન) આગામી બે મહિના સુધી માઇનસ એટલે કે નેગેટિવમાં રહેવાની શક્યતા છે. ઓક્ટોબરમાં CPI (ગ્રાહક ભાવ સૂચકાંક) ફુગાવો ઘટીને ૦.૨૫ ટકા પર આવી ગયો છે, જ્યારે સોનાના ભાવને બાદ કરતાં આ આંકડો નેગેટિવ ૦.૫૭ ટકા રહ્યો હતો. દેશના ઘણા રાજ્યોમાં ફુગાવો પહેલેથી જ નેગેટિવ છે, જે RBI માટે ડિસેમ્બરની પોલિસીને પડકારજનક બનાવી શકે છે.
રાજ્યોમાં ફુગાવાનું અલગ-અલગ ચિત્ર દેશના ઘણા રાજ્યોમાં ફુગાવાનું સ્તર અલગ-અલગ જોવા મળી રહ્યું છે. કેરળમાં ફુગાવો સૌથી વધુ ૮.૫૬ ટકા નોંધાયો હતો. જ્યારે જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં તે ૩ ટકાથી નીચે રહ્યો હતો. દેશના કુલ ૨૨ રાજ્યોમાંથી ૧૨ રાજ્યોમાં ફુગાવો નેગેટિવ (શૂન્યથી નીચે) છે. કેરળને બાદ કરતાં લગભગ તમામ રાજ્યો ૩ ટકાથી નીચેનો ફુગાવો દર્શાવી રહ્યા છે.
સોનાને હટાવતા જ CPI નેગેટિવમાં ઓક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં તેજી રહી હતી, જેના કારણે ‘પર્સનલ કેર અને ઇફેક્ટ્સ’ કેટેગરીમાં ફુગાવો ૫૭ ટકાથી વધુ પહોંચી ગયો હતો. પરંતુ જો આ ગણતરીમાંથી સોનાને હટાવી દેવામાં આવે, તો હેડલાઇન CPI ફુગાવો ઘટીને નેગેટિવ ૦.૫૭ ટકા પર આવી જાય છે. આ સિવાય ફળો અને ખાદ્ય તેલના ભાવોમાં પણ નરમાઈ જોવા મળી છે.
કોર CPI માં સામાન્ય ફેરફાર રિપોર્ટ અનુસાર, ઓક્ટોબરમાં કોર CPI ૪.૩૩ ટકા રહ્યો, જે સપ્ટેમ્બરના ૪.૩૬ ટકાની લગભગ બરાબર જ છે. પરંતુ જ્યારે કોર CPI માંથી પણ સોનાની અસરને દૂર કરવામાં આવી, ત્યારે આ આંકડો ઘટીને ૨.૬ ટકા પર આવી ગયો હતો. GST દરોમાં તાજેતરના ઘટાડાની પણ ફુગાવા પર સકારાત્મક અસર જોવા મળી છે.
RBI માટે બેવડો પડકાર એક તરફ નીચો ફુગાવો અને બીજી તરફ ૭ ટકાથી વધુનો GDP ગ્રોથ, આ પરિસ્થિતિમાં RBI માટે સંતુલન જાળવવું પડકારજનક છે. ડિસેમ્બરની પોલિસીમાં આ સૌથી મોટો સવાલ રહેશે કે RBI ગ્રોથને સમર્થન આપે કે પછી વ્યાજ દરો ઘટાડવાથી દૂર રહે. રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી આંકડા, જેમ કે નવેમ્બર-ડિસેમ્બરનો ફુગાવો અને ત્રીજા ક્વાર્ટરના GDP ના આંકડા, પોલિસી પર મોટી અસર કરશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












