ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આજે ખુલ્યા 2 કંપનીઓના IPO, એકનો GMP હાલમાં જ 14 રૂપિયાનો ફાયદો બતાવી રહ્યો છે

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: આજે બે SME (સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) કંપનીઓના IPO ખુલી ગયા છે. આમાંથી એક કંપની ગ્રે માર્કેટમાં મજબૂત પ્રદર્શન કરી રહી છે અને લિસ્ટિંગ ગેનની સારી અપેક્ષા જગાવી રહી છે. ચાલો જાણીએ બંને IPO વિશે વિગતવાર માહિતી…

1. Avana Electrosystems IPO

  • આઈપીઓનું કદ: ₹35.22 કરોડ
  • ફ્રેશ ઈશ્યુ: 52 લાખ શેર
  • ઓફર ફોર સેલ (OFS): 0.08 કરોડ શેર
  • આઈપીઓ ખુલવાની તારીખ: 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2026 સુધી
  • પ્રાઈસ બેન્ડ: ₹56 થી ₹59 પ્રતિ શેર
  • લોટ સાઈઝ: 2000 શેર
  • રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણ: 4000 શેર (લગભગ ₹2,36,000)
  • લિસ્ટિંગ: NSE SME પ્લેટફોર્મ પર

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP): ઈન્વેસ્ટર્સ ગેનના અહેવાલ મુજબ, આ IPO હાલમાં ₹14ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 23.73%ના લિસ્ટિંગ ગેઈનનો સંકેત આપે છે.

2. Narmadesh Brass Industries IPO

  • આઈપીઓનું કદ: ₹44.87 કરોડ
  • ફ્રેશ ઈશ્યુ: 0.07 કરોડ શેર
  • ઓફર ફોર સેલ (OFS): 0.02 કરોડ શેર
  • આઈપીઓ ખુલવાની તારીખ: 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2026 સુધી
  • પ્રાઈસ બેન્ડ: ₹515 પ્રતિ શેર (ફિક્સ્ડ પ્રાઈસ)
  • લોટ સાઈઝ: 240 શેર
  • રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણ: 480 શેર (લગભગ ₹2,47,200)
  • લિસ્ટિંગ: BSE SME પ્લેટફોર્મ પર

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP): આ IPO હાલમાં ₹0 પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કે લિસ્ટિંગ ગેનની અપેક્ષા હાલમાં નજીવી છે.

બંને IPO માટે Kefin Technologies Limitedને રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

સૂચના: આ માત્ર માહિતીપ્રદ છે અને કોઈપણ પ્રકારની રોકાણ સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અને સંપૂર્ણ રિસર્ચ કરવું જરૂરી છે.

આ પણ વાંચો : ISROનું PSLV C62/EOS N1 મિશન ફેલ ગયું, ત્રીજા ફેઝના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી

Back to top button