IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL 2026: કઈ ટીમે ગુમાવ્યા છે સૌથી વધુ મેચ? જાણો દિલ્હી, પંજાબ અને RCBના આંકડા

IPL 2026 schedule: ભારતીય ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનનો પ્રારંભ આગામી 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ 5-5 ટ્રોફી સાથે સૌથી સફળ ટીમો રહી છે, પરંતુ તેની બીજી તરફ કેટલીક ટીમો એવી પણ છે જેમના નામે સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

દિલ્હી કેપિટલ્સ: હારનો ‘શતક’ વટાવનારી ટીમ

IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ ગુમાવવાનો બિનતરફેણકારી રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના નામે છે. દિલ્હીએ અત્યાર સુધી રમેલી 267 મેચોમાંથી સૌથી વધુ 141 મેચોમાં હારનો સામનો કર્યો છે, જ્યારે માત્ર 119 મેચ જીતી છે. આ ટીમ અત્યાર સુધીમાં 14 વખત કેપ્ટન બદલી ચૂકી છે અને આ વર્ષે અક્ષર પટેલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.

પંજાબ કિંગ્સ: બીજા સ્થાને યથાવત

આ યાદીમાં બીજા ક્રમે પંજાબ કિંગ્સ છે. પંજાબે 263 મેચોમાંથી 139 મેચોમાં હાર જોઈ છે. પંજાબના નામે લીગમાં સૌથી વધુ વખત કેપ્ટન બદલવાનો રેકોર્ડ છે. આ સીઝનમાં શ્રેયસ અય્યર પંજાબની કમાન સંભાળશે, જેમના પર ટીમને પ્રથમ ટાઈટલ જીતાડવાની મોટી જવાબદારી છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને KKRની સ્થિતિ

ગયા વર્ષે (2025) પોતાનું પ્રથમ ટાઈટલ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પણ ઈતિહાસમાં 133 મેચ ગુમાવી છે. રજત પાટીદારના નેતૃત્વમાં RCB આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. જ્યારે ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 269 મેચમાંથી 127 મેચ ગુમાવી છે. આ વખતે અજિંક્ય રહાણે KKRની કેપ્ટન્સી કરશે.

મુંબઈ ઈન્ડિયન્સ: સૌથી વધુ જીત અને 122 હાર

મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ હોવાની સાથે સૌથી વધુ 151 મેચ જીતનારી ટીમ પણ છે. જોકે, મુંબઈએ પણ અત્યાર સુધી 122 મેચ ગુમાવી છે. IPL 2026 માં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ફરી એકવાર છઠ્ઠી ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચોઃ સામાન્ય વર્ગની મહિલાઓને 500 રૂપિયા, બેરોજગારો માટે પોકેટ મની… મમતા બેનર્જીએ જાહેર કર્યો મેનિફેસ્ટો

આ પણ વાંચોઃ WhatsApp પર ચેટિંગ સરળ બનશે, ઓટોમેટિક ટ્રાન્સલેટ થશે મેસેજ, iOS પર ટેસ્ટિંગ શરૂ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

Back to top button