IPL 2026: આજે મુંબઈ ઇન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ, જાણો કોણ જીતશે આજનો મુકાબલો?

IPL 2026: આઈપીએલ 2026માં આજે એક અત્યંત મહત્વનો મુકાબલો રમાવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ (MI) નો સામનો રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ (RR) સામે થશે. આ મેચ રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં રમાશે. અત્યાર સુધીના પ્રદર્શનના આધારે ચાલો જાણીએ કઈ ટીમ જીતની દાવેદાર છે.
રાજસ્થાન રોયલ્સ પાસે છે ધમાકેદાર ઓપનિંગ જોડી
રાજસ્થાન રોયલ્સે આ વર્ષે શાનદાર શરૂઆત કરતા પોતાની પ્રથમ બંને મેચ જીતી લીધી છે. યુવા કેપ્ટન રિયાન પરાગના નિર્ણયોમાં આત્મવિશ્વાસ છલકાય છે. ટીમની સૌથી મોટી તાકાત તેની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી છે. જો આ બેમાંથી કોઈ એકનું બેટ ચાલ્યું, તો મેચ મુંબઈના હાથમાંથી નીકળી શકે છે.
હોમ ગ્રાઉન્ડનો ફાયદો
આ મેચ ગુવાહાટીમાં છે, જે રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ છે. કેપ્ટન રિયાન પરાગ પોતે અસમનો હોવાથી તેને અહીંની પિચ અને સ્ટેડિયમની ચોક્કસ જાણકારી છે, જેનો લાભ ટીમને મળી શકે છે.
બુમરાહ પર નજર, હાર્દિકની ફિટનેસ પર સસ્પેન્સ
મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો, ટીમે પ્રથમ મેચ જીતી હતી પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો મુખ્ય હથિયાર જસપ્રીત બુમરાહ છે. જો બુમરાહ વિકેટ લેવામાં સફળ રહેશે તો મુંબઈની જીત પાકી છે. બીજી તરફ, કેપ્ટન હાર્દિક પંડ્યાની ફિટનેસ ટીમ માટે ચિંતાનો વિષય બની છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ: કોણ છે આગળ?
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીના આંકડા જોઈએ તો:
મુંબઈ ઇન્ડિયન્સ: 16 મેચમાં જીત
રાજસ્થાન રોયલ્સ: 14 મેચમાં જીત
ઇતિહાસમાં મુંબઈ થોડું આગળ છે, પરંતુ વર્તમાન ફોર્મ જોતા રાજસ્થાનની જીતની શક્યતા વધુ જણાય છે.
મેચનો સમય અને વરસાદની આશંકા
મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે અને ટોસ 7:00 કલાકે થશે.
ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રનનો વરસાદ થાય છે, જોકે આજે સાંજે હળવા વરસાદની પણ આશંકા છે. જો મેચ પૂરી થશે તો ચાહકોને હાઈ-સ્કોરિંગ ગેમ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: વાનરોને ખોરાક આપવો ભારે પડશે, વાંચી લેજો નહીંતર જેલમાં જવું પડશે!
આ પણ વાંચોઃ IPL 2026 Points Table: KKR વિરુદ્ધ પંજાબની મેચ વરસાદના કારણે રદ, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












