IPL 2025: રાજસ્થાને ટોસ જીત્યો, ચેન્નઈની પ્રથમ બેટિંગ, જાણો કેવી છે બંને ટીમની પ્લેઈંગ 11

દિલ્હી, તા. 20 મે, 2025: IPL 2025માં 62મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. દિલ્હીની અરૂણ જેટલી મેદાન પર રમાઈ રહેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
આ મેચ રાજસ્થાન રોયલ્સનો આઈપીએલ 2025નો અંતિમ મુકાબલો હશે. આ સીઝનમાં રોયલ્સને વૈભવ સૂર્યવંશી જેવો ઉભરતો સ્ટાર મળ્યો છે. તેણે પોતાના દમદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.
કેવો છે હેડ ટુ હેડ રેકોર્ડ
આઈપીએલના ઈતિહાસમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે. જેમાંથી 16 મેચ સીએસકે જીત્યું છે અને 14 મેચમાં રાજસ્થાન બાજી મારી છે.
બંને ટીમોની પ્લેઇંગ 11 નીચે મુજબ છે
ચેન્નાઈ સુપર કિંગ્સ: આયુષ મ્હાત્રે, ડેવોન કોનવે, ઉર્વિલ પટેલ, રવિન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની, અંશુલ કંબોજ, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, ક્વેન મફાકા, યુદ્ધવીર સિંહ ચરક, તુષાર દેશપાંડે, આકાશ માધવાલ
🚨 Toss 🚨 @rajasthanroyals won the toss and elected to field against @ChennaiIPL
Updates ▶️ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR pic.twitter.com/TW5zGgi6SA
— IndianPremierLeague (@IPL) May 20, 2025
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કરનારા પ્રોફેસરને ન મળી રાહત, કોર્ટે ધકેલ્યો જેલમાં












