વર્લ્ડ

ભારતીય મૂળની દક્ષિણ આફ્રિકાની બે મહિલાઓને આંતરરાષ્ટ્રીય સન્માન, એક ફોર્બ્સ વુમન આફ્રિકા ‘યંગ અચીવર્સ’ તો બીજી ટાઈમ્સ-100ની યાદીમાં

Text To Speech

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરની ભારતીય મૂળની બે યુવતીઓએ આ અઠવાડિયે તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. તેમાંથી એક 21 વર્ષીય બ્યુટી પ્રોડક્ટ્સ આંત્રપ્રિન્યોર છે અને બીજી યુવતી 30 વર્ષની આર્કિટેક્ટ છે. સૌંદર્ય ઉત્પાદન ઉદ્યોગસાહસિક રાબિયા ઘુરને 2021 માટે ફોર્બ્સ વિમેન્સ આફ્રિકા ‘યંગ અચીવર્સ’ એવોર્ડ મળ્યો છે. જ્યારે આર્કિટેક્ટ સુમૈયા વેલીને 2021 માટે ટાઇમ્સ-100ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે, જેઓ પોતાની નેતૃત્વ ક્ષમતાથી ભવિષ્યનું ઘડતર કરે છે.

ઘુર માટેના એવોર્ડની જાહેરાત વર્ચ્યુઅલ ફોર્બ્સ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. 14 વર્ષની ઉંમરે ઘુરે મેકઅપ અને સ્કિનકેર માટેનો ઓનલાઈન બ્યુટી સ્ટોર ‘સ્વિચ બ્યૂટી’ શરૂ કરી હતી. બે વર્ષ પછી શાળા છોડીને આ વ્યવસાય પર સંપૂર્ણ સમય ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઘુરે કહ્યું, ‘મેં ઉત્પાદનના મૂળ, ફોર્મ્યુલેશન, ઈ-કોમર્સ, પેકેજિંગ, ઉત્પાદન, ડિઝાઇનના મારા અંતિમ ધ્યેય સાથે સંશોધન કરવાનું શરૂ કર્યું છે. જેથી વધુ સારી પ્રોડક્ટ આપી શકું.’

સુમૈયા વેલી લંડનમાં સર્પેન્ટાઇન ગેલેરીઓ માટે પેવેલિયનની ડિઝાઇનમાં તેની ભૂમિકા બદલ ટાઇમ્સ-100ની યાદીમાં સ્થાન મેળવનાર વેલી સૌથી યુવા આર્કિટેક્ટ બની છે. વેલીએ પાંચ વર્ષ પહેલાં કાઉન્ટર સ્પેસ નામની કંપનીની સ્થાપના થોડા મિત્રો સાથે ભાગીદારીમાં કરી હતી. આ ઉપરાંત તે યુનિવર્સિટી ઑફ જોહાનિસબર્ગની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાં લેક્ચરર પણ હતી. તેમણે કહ્યું કે, ‘ડિઝાઇનની ભાષા વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે કંપનીની રચના કરવામાં આવી હતી.’

Back to top button