અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ ટ્રાફિક પોલીસની પહેલ: ‘હેલ્મેટ સંસ્કાર’ મિશનથી બાળકોને શિક્ષિત કરાશે

અમદાવાદ, 02 એપ્રિલ 2024, ગુજરાતમાં વધી રહેલા ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. તે ઉપરાંત વાલીઓ નાની ઉંમરથી જ તેમના સંતાનોને વાહનો ચલાવવાની મંજૂરી આપી દેતા હોય છે. જેમાં કેટલીક વાર અકસ્માતોમાં જ વાલીઓ તેમના વ્હાલસોયાને ખોઈ બેસતા હોય છે. ત્યારે 17 મા સંસ્કાર એટલે કે હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કરેલ છે.જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી દરેક બાળક સમય જતાં પોતાની સલામતીની જવાબદારી નું પાલન કરી શકે.

જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે
આ મિશનના મુખ્ય બે ઉદ્દેશ્યો છે. નાની ઉંમરમાં હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવી અને બાળકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માતા-પિતા પણ હેલ્મેટ પહેરે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવનારા બે અઠવાડીયા સુધી સ્કુલની પાસે આવેલ જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. આ મીશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આજે આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા,હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિધ્યાલય ઇસનપુરના સહયોગથી નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ તથા વટવા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન ડિમ્પલ ભાઇ પટેલ તેમજ આચાર્ય ઉર્વિબેન ભટ્ટની હાજરીમાં કરવામાં આવ્યું છે.

ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગો સ્વેચ્છાએ હેલ્મેટ પૂરા પાડ્યા
ઘણા વાલીઓ તેમના બાળકોને ટુ વ્હીલર પર બેસાડી શાળાએ લેવા મૂકવા જતા હોય છે. પરંતુ માતા-પિતા હેલ્મેટ પહેરતા નથી અને પોતાના બાળકોને પણ હેલ્મેટ પહેરવાનું કહેતા નથી. જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસ (પૂર્વ ઝોન) દ્વારા વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉદ્યોગોને મિશન હેલ્મેટ સંસ્કારના વિતરણ અંગે સહકાર આપવા માટે જણાવતાં સ્વેચ્છાએ એક Each industry, One Helmet.ના સૂત્ર સાથે આગળ આવી મિશન હેલ્મેટ સંસ્કારના કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બનેલ છે. જેમા વટવા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 2 હજાર હેલ્મેટ, કઠવાડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 1600 હેલ્મેટ, નરોડા ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 1250 હેલ્મેટ, ઝાયડસ ગૃપ દ્વારા 1000, કંકુબાગ દ ફેમેલી મોલ દ્વારા 500 હેલ્મેટ, નારોલ ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા 300 હેલ્મેટ,ચીરીપાલ ગૃપ દ્વારા 200 હેલ્મેટ, મંગલ ટેકસ્ટાઇલ દ્વારા 200 હેલ્મેટ, C-mata ગૃપ દ્વારા 100 હેલ્મેટ સાથે કુલ 7000થી વધુ શાળાએ જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપેલ છે.

આ પણ વાંચોઃઅમદાવાદ એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ રોબોટ એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટ એરિયા ચોખ્ખો કરશે

Back to top button