ઇન્દોરની અનિકાને તમારી મદદની જરૂર: ₹9 કરોડના ઇન્જેક્શન માટે સંઘર્ષ, ₹4.5 કરોડ એકત્ર — હવે સ્કૂલના બાળકો પાસેથી આશા

ઇન્દોર, 5 ફેબ્રુઆરી 2026: ઇન્દોરની ત્રણ વર્ષની માસૂમ અનિકા શર્મા એક દુર્લભ બીમારી SMA Type-2થી પીડાઈ રહી છે. આ બીમારીનો ઉપચાર શક્ય છે, પરંતુ તેના માટે લગભગ ₹9 કરોડનું એક ઇન્જેક્શન જરૂરી છે. માત્ર એક ઇન્જેક્શન અનિકાને સામાન્ય અને સ્વસ્થ જીવન તરફ લઈ જઈ શકે છે.
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અનિકાના માતા-પિતા ક્રાઉડફંડિંગ દ્વારા આ વિશાળ રકમ એકત્ર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ નેતાઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સમાજસેવકો અને જાણીતા લોકો સુધી મદદ માટે પહોંચ્યા છે. ગાયિકા પલક મુચ્છલ અને અભિનેતા સોનુ સૂદ સહિત અનેક લોકોએ અનિકાની મદદ માટે અવાજ ઉઠાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ જયપુરથી ઇન્દોર આવી ત્યારે અનિકાની માતાએ કેપ્ટન રોહિત શર્મા પાસે પણ મદદની અપીલ કરી હતી. અત્યાર સુધી લગભગ ₹4.5 કરોડ જ એકત્ર થયા છે — એટલે હજુ અડધી રકમ બાકી છે.
સારવાર માટે વજનની શરત
ડોક્ટરોના જણાવ્યા મુજબ અનિકાનું વજન 13.5 કિલો થવા પહેલાં જ તેને ઇન્જેક્શન આપવું ફરજિયાત છે. હાલ તેનું વજન આશરે 10.5 કિલો છે, પરંતુ એક-દોઢ મહિનામાં તે મર્યાદા સુધી પહોંચી શકે છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. વજન નિયંત્રણમાં રહે તે માટે અનિકાને સામાન્ય ખોરાક જેમ કે રોટલી કે ભાત આપવામાં આવતો નથી — તેને ફક્ત જ્યૂસ, દૂધ અને ફળો આપવામાં આવે છે.
‘બાળકો બચાવશે બાળકીને’ અભિયાન
હવે અનિકાના માતા-પિતાએ એક NGO સાથે મળીને અનોખું અભિયાન શરૂ કર્યું છે — “બાળકો બચાવશે બાળકીને.” ઇન્દોરના તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતા આશરે 4.5 લાખ બાળકો જો માત્ર ₹100-₹100નું યોગદાન આપે, તો બાકી રહેલા ₹4.5 કરોડ એકત્ર થઈ શકે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત












