ભારતનું તેજસ ફાઈટર ક્રેશ, દુબઈ એર શો દરમિયાન બની મોટી દુર્ઘટના

- હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી
HD ન્યુઝ ડેસ્કઃ દુબઈ એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ Tejas fighter crashes થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ હતી. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
વિમાન ક્રેશ થતાંની સાથે જ ભયાનક વિસ્ફોટ
અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ વિમાન શાનદાર કરતબ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું હતું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઈટર જેટ મોકલતા હોય છે.

પાયલટ જવાનને લઈને ચિંતા
સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ફાઈટર જેટ ચલાવી રહેલા પાયલટ જવાન અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
આ પણ વાંચોઃ તમામ 140 ધારાસભ્યો મારા, કર્ણાટકમાં સીએમ પરિવર્તનની અટકળો વચ્ચે શિવકુમારનું મોટું નિવેદન












