ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતમાં દેશના સૌ પ્રથમ રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ; બાવળા ખાતે આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

Gujarat News : ગુજરાતથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. સાણંદમાં  સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટનના થોડા મહિના બાદ સેમિકન્ડક્ટર અને PCB માટે ખૂબ જ મહત્વના ગણાતા રિફ્લો ઓવનનું પણ હવે ગુજરાતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જુદા જુદા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે જરૂરી સેમિકન્ડક્ટર અને PCB ચિપ બનાવવામાં ખૂબ જ મહત્વના ગણાતા રિફ્લો ઓવનના પ્લાન્ટનો અમદાવાદના બાવળામાં આવેલા જાણીતા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

રિફ્લો ઓવન બનાવતી વિશ્વની અગ્રણી કંપની હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક.

ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ માટે રિફ્લો ઓવન બનાવતી વિશ્વની અગ્રણી કંપની હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક.ની ભારતીય પેટાકંપની હેલર થર્મલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા NMTronics કંપનીના સહયોગથી દેશના સૌ પ્રથમ ભારતીય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય તે માટે જરૂરી વિશ્વકક્ષાની ફેક્ટરી બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ ધ્યાન ગ્રૂપના માલિક બલરામ પઢિયાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ
બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ

ગુજરાત રિફ્લો ઓવનનું ઉત્પાદન કરનારું પ્રથમ રાજ્ય બન્યું

પ્લાન્ટના પ્રારંભ સાથે જ ગુજરાત દેશમાં રિફ્લો ઓવનનું ઉત્પાદન કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે અને હેલર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં રિફ્લો ઓવનનું ઉત્પાદન કરનારી પ્રથમ કંપની બની છે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે બંને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ  અમેરિકા,  જાપાન , ચાઈના, કોરિયા, જર્મની, થાઈલેન્ડ, વિયેતનામ અને હંગેરી જેવા દેશોના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-3
બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-3

ભારતના ઇલેક્ટ્રોનિક્સ કેપિટલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગ માટે ગર્વની ક્ષણ

પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે NMTronics Indiaના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO સોનીસરન સિંઘે જણાવ્યું કે, “હેલર થર્મલ સિસ્ટમ્સ, NMTronics અને ભારતના ઇલેક્ટ્રોનિક્સ કેપિટલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગ માટે આ ગર્વની ક્ષણ છે. હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક.ના CEO ડેવિડ હેલરે કહ્યું કે, “ભારત હવે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બજારોમાંનું એક બની ગયું છે. પ્લાન્ટમાં બનનાર દરેક ઓવન આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના કડક ધોરણોને અનુરૂપ હશે. આ ઓવનનો ઉપયોગ માત્ર  ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં પણ કરવામાં આવશે.

બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-4
બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-4

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક ઘટકોને સર્કિટ બોર્ડ સાથે જોડે છે

ઉલ્લેખનીય છે કે,  આધુનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રિફ્લો ઓવન મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દરેક સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનોના કંટ્રોલર, AI સર્વર અને સેમિકન્ડક્ટર પેકેજિંગમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં રિફ્લો ઓવન નિયંત્રિત તાપમાનના વિવિધ તબક્કાઓ દ્વારા સોલ્ડર પેસ્ટને ઓગાળે છે અને સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક ઘટકોને સર્કિટ બોર્ડ સાથે જોડે છે. આ પ્રક્રિયામાં તાપમાનમાં માત્ર 1થી 2 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર પણ સોલ્ડરિંગમાં ખામી સર્જી શકે છે. તેથી ઉત્પાદનની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા અને અંતિમ પ્રોડક્ટની વિશ્વસનીયતા જાળવવા માટે તાપમાનની ચોકસાઈ અત્યંત મહત્વપૂર્ણ છે.

બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-2
બાવળામાં આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રિફ્લો ઓવન પ્લાન્ટનો પ્રારંભ-2
ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં રિફ્લો ઓવનની નિકાસ શરૂ

અત્યાર સુધી ભારતમાં કાર્યરત વૈશ્વિક ઉત્પાદકોના તમામ રિફ્લો ઓવન વિદેશમાંથી આયાત કરવામાં આવતા હતા. જો કે આ પ્લાન્ટ કાર્યરત થતા હવે આવા રિફ્લો ઓવનની આયાત કરવાની જરૂર નહીં રહે. આગામી ડિસેમ્બર મહિનાથી જ આંતરરાષ્ટ્રીય બજારોમાં રિફ્લો ઓવનની નિકાસ શરૂ કરી દેવાશે.

આ પણ વાંચો : અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં મોટો ફેરફાર! 4 મહિનાની જગ્યાએ 2 મહિના યોજાશે, ખર્ચમાં ₹56.10 લાખનો કાપ

Back to top button