ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જેમિમા એશિયા કપ-એશિયન ગેમ્સમાંથી બહાર
Indian Women Cricket Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આગામી એશિયા કપ અને ત્યારબાદ યોજાનાર એશિયન ગેમ્સ પહેલાં સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્સના રૂપમાં એક મોટો આંચકો લાગ્યો છે. ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં જેમિમાને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી, જેના કારણે તે તેમાંથી બહાર થઈ ગઈ હતી. હવે જેમિમા આ ઈજાના કારણે આગામી એશિયા કપ અને એશિયન ગેમ્સમાંથી પણ બહાર થઈ ગઈ છે, જે અંગે BCCI એ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
BCCI દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં તેમણે જેમિમાના સ્થાન પર રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની જાહેરાત કરી છે, જેમાં પ્રતિકા રાવલને એશિયા કપની સ્ક્વોડમાં સામેલ કરવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ એશિયા કપ 2026 માં પોતાની પ્રથમ મેચ 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે રમશે, 3 સપ્ટેમ્બરે હોંગકોંગ ચાઈના સામે અને 5 સપ્ટેમ્બરે પાકિસ્તાની મહિલા ટીમ સામે મેચ રમશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
COE માં જેમિમાની ઈજાની તપાસ બાદ લેવાયો નિર્ણય
જેમિમા રોડ્રિગ્સ અંગે BCCI એ જે માહિતી આપી છે તેમાં તેમણે જણાવ્યું છે કે 3 ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ દરમિયાન જમણા પગની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. BCCI ની મેડિકલ ટીમે બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સીલન્સ’ (COE) માં જેમિમાની આ ઈજાની તપાસ કરી હતી, જેમાં ‘હાઈ-ગ્રેડ ટિયર’ એટલે કે ગંભીર ઈજા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં જેમિમા UAE માં 28 ઓગસ્ટથી યોજાનાર મહિલા એશિયા કપ અને ત્યારબાદ 17 સપ્ટેમ્બરથી જાપાનમાં એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ ઈવેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જેમિમાના બહાર થયા બાદ BCCI ની મહિલા પસંદગી સમિતિએ એશિયા કપ માટે જેમિમાના સ્થાને પ્રતિકા રાવલને એશિયા કપ ટીમમાં સામેલ કરી છે.
A look at #TeamIndia‘s squad for the upcoming ACC Women’s Asia Cup 2026 🙌#ACC | #WomensAsiaCup2026 pic.twitter.com/a7fVxTjMMI
— BCCI Women (@BCCIWomen) August 14, 2026
એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમની અપડેટેડ સ્ક્વોડ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કામલિની (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ, પ્રતિકા રાવલ.
પ્રતિકા રાવલે હજુ સુધી કોઈ T20 મેચ નથી રમી
ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં જેમિમા રોડ્રિગ્સના સ્થાને સામેલ કરાયેલી ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ વિશે વાત કરવામાં આવે તો તેમણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે એક પણ T20 મેચ નથી રમી. આ સિવાય પ્રતિકા રાવલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં પણ એક પણ મેચ રમી નથી. આવી સ્થિતિમાં એશિયા કપમાં તેમને પ્લેઈંગ 11 માં રમવાની તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:LRDની ભરતી માટે કેટેગરી પ્રમાણે કટ-ઓફ જાહેર, 13,733 જગ્યા માટે 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ
આ પણ વાંચો:જાણો કેમ થાય છે ડોપ ટેસ્ટ? નશાના કેટલા દિવસ સુધી મેળવી શકાય છે માહિતી











