વૈશ્વિક બજારોને અવગણતા સેન્સેક્સ અને નિફ્ટી નરમ ખુલ્યા

મુંબઇ, 24 જુલાઇ, 2025: વિશ્વ બજારોમાં એશિયન બજારો અને અમેરિકન બજારોના વધારાતરફી અહેવાલ છતાં પણ ભારતીય ઇક્વિટી બજારમાં નબળાઇ જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ પાછલા બંધ 82,726 સામે 79 પોઇન્ટ નરમ 82,779ના મથાળે ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે સવારે 9.21 કલાકે સેન્સેક્સ 100 પોઇન્ટથી નીચે ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી પાછલા બંધ 25,219 સામે 24 પોઇન્ટ નરમ ખુલી હતી અને હાલમાં 15 પોઇન્ટ નીચે ચાલી રહી છે. જો કે હાલમાં એડવાન્સ રેશિયો ડિક્લાઇન રેશિયોથી વધુ હોવાથી બજરમાં સુધારો નકારી શકાય નહી.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટીમાં પ્રારંભિક 12 ટકાની મજબૂતાઇ જોવા મળી હતી. જોકે હાલમાં 25 પોઇન્ટ નીચે ચાલી રહી છે. નોંધનીય છે ગઇકાલે સેન્સેક્સ 540 પોઇન્ટ અને નિફ્ટીમાં 159 પોઇન્ટનો વધારો થયો હતો.
એશિયન માર્કેટ
અમેરિકા અને જાપાન વચ્ચે વેપાર સમજૂતિને પગલે જાપાનનો ટોપીક્સ પ્રારંભિક ટ્રેડમાં રેકોર્ડ ઊંચા સ્તરે સ્પર્શી ગયો હતો, જ્યારે નિક્કેઇ 225 પણ 1.09 ટકાના વધારા સાથે બંધ આવ્યો હતો. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.17 ટકા ુપર અને કોસડેક 0.64 ટકા ઉપર રહ્યો હતો. તદુપરાંત ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી /ઓએઁ 200 પણ 0.15 ટકા વધ્યો હતો.
અમેરિકન બજાર
વોલસ્ટ્રીટમાં એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.78 ટકા વધીને સતત ત્રીજી વખત રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.14 ટકા વધ્યો હતો. જ્યારે નાસડ઼ેક કંપોઝિટ 0.61 ટકા ઊછળીને સૌપ્રથમ વખત 21,020.02ના સ્તરે બંધ આવ્યો હતો.
આ શેરો પર રહેશે નજર
દરમિયાનમાં આજે IEXના શેરમાં 10 ટકાનું ગાબડુ જોવા મળ્યુ છે. ત્યારે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બીઇએમએલ, પરિસ્ટન્ટ સિસ્ટમ જેવા શેરો પર વોચ રાખવી જરૂરી છે. જ્યારે બેન્કિંગ શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્કાના બોર્ડે રૂ. 30,000 કરોડ ડેટ, ઇક્વિટી ઇન્સ્ટ્રીમેન્ટ દ્વારા ઊભા કરવાની મંજૂરી આપે છે. ત્યારે ઇન્ફોસિસમાં આવક વૃદ્ધિનું ગાઇડન્સ વધારવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ એન્ડ્રોઇડ અને ગૂગલ પ્લેથી ભારતને ચાર લાખ કરોડની કમાણી












