ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જોકર છે એ લોકો: કુવૈતમાં ઓવૈસીએ પાકિસ્તાનના ધજાગરા ઉડાવી દીધા

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભારતે આતંકવાદના મુદ્દાને વિશ્વ સમક્ષ લાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ માટે ભારતે 7 પ્રતિનિધિમંડળો બનાવ્યા, જેમાં AIMIMના વડા અસદુદ્દીનનો પણ સમાવેશ થાય છે.

ઓવૈસી ભાજપના નેતા બૈજયંત પાંડાના બોર્ડનો ભાગ છે. આ પ્રતિનિધિમંડળ દોહા, કતર અને કુવૈતની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળમાં બૈજયંત પાંડા ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે તાજેતરમાં પાકિસ્તાનીઓની જોકર સાથે સરખામણી કરી હતી, જ્યારે કુવૈત અને બહેરીનમાં આતંકવાદને સમર્થન આપવા અને ખોટા દાવાઓ બદલ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

અસદુદ્દીન ઓવૈસીએ માત્ર પાકિસ્તાનની લશ્કરી અને રાજકીય નિષ્ફળતાઓનો પર્દાફાશ કર્યો નથી, પરંતુ તુર્કીની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ઓવૈસીના કઠોર શબ્દોએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કડક વલણ વધુ સ્પષ્ટ કર્યું છે. તેમણે પાકિસ્તાની સેના પર કટાક્ષ કરતા કહ્યું કે “નકલ કરવા માટે પણ અકલની જરૂર પડે છે”.

આસીમ મુનીર નિશાના પર છે

કુવૈતમાં આયોજિત એક કાર્યક્રમમાં, AIMIM સાંસદ ઓવૈસીએ પાકિસ્તાન સેના અને ખાસ કરીને જનરલ અસીમ મુનીર પર નિશાન સાધ્યું અને કહ્યું કે મુનીર એક so-called ફિલ્ડ માર્શલ” છે.

હકીકતમાં જોઈએ તો, ઓવૈસીએ શહબાઝને મુનીર દ્વારા તસવીર ગિફ્ટમાં આપતા કહ્યું કે, પાકિસ્તાનીઓને નકલ કરતા પણ આવડતું નથી, કારણ કે નકલ કરવામાં પણ અકલની જરુર હોય છે. અસીમ મુનીરે શહબાઝ શરીફને આ લડાઈની તસવીર ગિફ્ટમાં આપી હતી, જ્યારે તે તસવીર 2019ના ચીની યુદ્ધાભ્યાસની હતી.

પાકિસ્તાનના દાવાના ધજાગરા

બહરીનમાં ઓવૈસીએ પાકિસ્તાનના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં તેઓ ખુદને આતંકવાદનો શિકાર ગણાવે છે. તેમણે બિંદાસ્ત કહ્યું કે, આતંકવાદની શરુઆત પાકિસ્તાનમાંથી જ થાય છે. જો ત્યાંની સરકાર અને સેના તેને સંરક્ષણ આપવાનું બંધ કરી દે, આ ખતમ થઈ શકે છે.

તુર્કી પર પણ નિશાન સાધ્યું

ઓવૈસીએ પાકિસ્તાનના સમર્થનમાં ઊભેલા તુર્કી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, જો તુર્કી આતંકવાદ વિરુદ્ધ છે તો એર્દોગન એ જણાવે છે કે તેઓ પોતાના જ નાગરિકો પર કેમ બોમ્બ વરસાવે છે.

આ પણ વાંચો: Coronavirus Cases in India: ભારતમાં ફરી એક વાર કોરોનાનો હાહાકાર, પોઝિટીવ કેસનો આંકડો 1000ને પાર

Back to top button