ઈંગ્લેન્ડમાં ટીમ ઈંડિયા ફસાઈ: પોલીસે હોટલને ઘેરી લીધી, ખેલાડીઓને બહાર નીકળવા પર રોક લગાવી

IND VS ENG SECOND TEST MATCH: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ બર્મિંગહામમાં રમાશે. આના એક દિવસ પહેલા, ટીમ ઇન્ડિયાની હોટલ પાસે એક શંકાસ્પદ પેકેજ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. હકીકતમાં જોઈએ તો, ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ રહી છે તેની નજીકના સેન્ટેનરી સ્ક્વેરમાં એક શંકાસ્પદ પેકેજ મળી આવ્યાની માહિતી મળ્યા બાદ, પોલીસ હરકતમાં આવી અને આ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
આ ઘટના પછી, સુરક્ષા એજન્સીઓએ ભારતીય ખેલાડીઓને સાવચેતીના ભાગરૂપે હોટલમાંથી બહાર નહીં નીકળવાની સલાહ આપી છે. BCCI ના એક સૂત્રએ PTI ને જણાવ્યું કે બર્મિંગહામ સિટી સેન્ટર પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આ વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુ મળી હોવાની માહિતી આપી હતી, ત્યારબાદ સુરક્ષાને કારણે ખેલાડીઓને બહાર જવાથી રોકવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ઘણીવાર હોટલ નજીક બ્રોડ સ્ટ્રીટ પર ફરવા જાય છે, પરંતુ આ ચેતવણી પછી દરેકને હોટેલમાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું.
We’ve currently got a cordon in place around Centenary Square, #Birmingham city centre, while we investigate a suspicious package.
We were alerted just before 3pm, and a number of buildings have been evacuated as a precaution while it’s assessed.
Please avoid the area. pic.twitter.com/wlpKTna44w
— Birmingham City Centre Police (@BrumCityWMP) July 1, 2025
પોલીસે 1 કલાક પછી સુરક્ષા ઘેરો હટાવી દીધો
પોલીસે X પર પોસ્ટ કરીને કહ્યું – અમે બર્મિંગહામ સિટી સેન્ટરના સેન્ટેનરી સ્ક્વેરને ઘેરી લીધો છે અને અમે એક શંકાસ્પદ પેકેટની તપાસ કરી રહ્યા છીએ. અમને બપોરે 3 વાગ્યા પહેલા જ આ અંગે માહિતી મળી હતી. સાવચેતીના ભાગ રૂપે, આ તપાસ ચાલી રહી છે ત્યારે ઘણી ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. મહેરબાની કરીને તે વિસ્તારમાં જવાનું ટાળો. જોકે, તપાસ પછી, લગભગ એક કલાકમાં, પોલીસે પરિસ્થિતિ સામાન્ય જાહેર કરી અને સુરક્ષા ઘેરો ઉઠાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ટીમ ઈંડિયાની 21 વર્ષની ખેલાડીએ વટ પાડી દીધો, દિગ્ગજ ખેલાડીઓને પછાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો












