‘તો સહન નહીં કરી શકો…’ યુદ્ધ માટે ઉકસાવતા નિવેદન પર ભારતે પાક.ને આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ 14 ઓગસ્ટ, 2025: India-Pakistan Conflict: છેલ્લા કેટલાક દિવસોથી, પાકિસ્તાનના ટોચના નેતાઓ ભારત વિશે વિવિધ નિવેદનો આપી રહ્યા છે. ભારતે પાકિસ્તાનના યુદ્ધ માટે ઉશ્કેરતા નિવેદનો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું કે, જો કોઈપણ પ્રકારની અવળચંડાઇ કરી તો તેનું દુઃખદ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.
પાકિસ્તાન તરફથી કરવામાં આવતી ટિપ્પણી પર ભારતીય વિદેશ મંત્રાલયે નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવા માટેની પ્રક્રિયા જણાવી.
નિષ્ફળતાને છુપાવવા માટે આપે છે આવા નિવેદનોઃ MEA
ગુરૂવારે (14 ઓગસ્ટ) વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ‘અમે પાકિસ્તાની નેતૃત્વ દ્વારા ભારત વિરૂદ્ધ આપવામાં આવતી ગેરજવાબદાર, યુદ્ધ માટે ઉશ્કેરણીજનક તેમજ ઘૃણાસ્પદ ટિપ્પણીઓ વિશેના અહેવાલ જોયા. પાકિસ્તાન પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે વારંવાર ભારતી વિરોધી નિવેદનો આપ્યા કરે છે.
પરિણામ ભોગવવા તૈયાર રહે
રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાને પોતાની નિવેદનબાજી પર સંયમ રાખવો જોઈએ. કારણ કે, કોઈપણ અવળચંડાઇનું દુઃખદ પરિણામ ભોગવવું પડશે.
નોંધનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લેતા સિંધુ જળ કરાર રદ કરી દીધો હતો. ભારતના આ પગલાં બાદ પાકિસ્તાન કરગરી રહ્યું હતું. પહેલાં પાકિસ્તાને પાણી આપવાની વિનંતી કરી. પરંતુ, જ્યારે ભારતે તેની વિનંતી પર ધ્યાન ન આપ્યું તો આ જ પ્રકારે નિવેદનબાજી શરૂ કરી દીધી હતી.
મુનીરે પરમાણુ હુમલાની આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે, ‘પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરે હાલમાં જ અમેરિકાની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ભારત સાથે ભવિષ્યમાં કોઈ પ્રકારનું યુદ્ધ થાય છે અને પાકિસ્તાનના અસ્તિત્વ પર કોઈ જોખમ દેખાય છે, તો તે પોતાની સાથે અડધી દુનિયાને લઈને ડૂબશે.’
આ પણ વાંચોઃ મંગળ બજારમાંથી ખરીદી કરીને દીકરી આવી, પિતાને બ્રા આપી, પછી પૂછવા લાગી બેશરમ પ્રશ્નો
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકો માટે મોટું સન્માન, વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે












