બિઝનેસ

ખાંડનો પૂરતો સ્ટોક છતાં કેમ વધી રહ્યા છે ભાવ? ઉત્પાદન સંસ્થાનો મોટો દાવો

ISMA Confirms No Shortage in India: દેશભરમાં ખાંડના વધતા ભાવથી પરેશાન સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અગ્રણી ઉદ્યોગ સંસ્થા ‘ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ (ISMA) એ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ખાંડની કોઈ અછત નથી. સંસ્થા અનુસાર, આગામી દિવસોમાં છૂટક ખાંડના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાશે, જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કૃત્રિમ અછત અને સંગ્રહખોરી ભાવ વધારા માટે જવાબદાર

ISMA ના પ્રમુખ નીરજ શિરગાંવકરે ખાંડના ભાવ વધારા પાછળના મુખ્ય કારણો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે બજારમાં ચાલી રહેલી સટ્ટાકીય પ્રવૃત્તિઓ અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલો વધુ પડતો સંગ્રહ કૃત્રિમ અછત ઊભી કરવા માટે જવાબદાર છે. આ ઉપરાંત, ઓછા વરસાદ અને ભારે ગરમી જેવી હવામાન સંબંધિત પ્રતિકૂળ પરિસ્થિતિઓએ શેરડીના પાકને અસર પહોંચાડી હતી, જેના કારણે ખાંડ મિલોને પૂરતો જથ્થો મળ્યો ન હતો અને ઉત્પાદન પર દબાણ વધ્યું હતું.

માર્કેટમાં પૂરતો સ્ટોક, ટૂંક સમયમાં મોંઘવારીમાંથી મુક્તિ મળશે

ઉદ્યોગ સંગઠન ISMA ના જણાવ્યા મુજબ, બજારમાં પુરવઠો સુધરતાં જ ભાવ નિયંત્રણમાં આવી જશે. સપ્ટેમ્બર ના અંત સુધીમાં દેશમાં ખાંડનો બંધ સ્ટોક 3.5 મિલિયન ટન રહેવાની ધારણા છે, જે દેશની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરતો છે. જેમ જેમ સટ્ટાખોરી અને સંગ્રહની સ્થિતિ સામાન્ય થશે, તેમ તેમ છૂટક બજારમાં ખાંડના ભાવ નીચા આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓક્ટોબરમાં મિલો ધમધમશે: ઉત્પાદન વધતાં પુરવઠો સરખો થશે

ISMA ના પ્રમુખ શિરગાંવકરે ઉમેર્યું હતું કે ખાંડ મિલો 15 ઓક્ટોબરની આસપાસ ફરીથી પીલાણ કામગીરી શરૂ કરી દેશે. ઓક્ટોબર મહિના દરમિયાન દેશમાં આશરે 1.0 થી 1.2 મિલિયન ટન ખાંડનું નવું ઉત્પાદન થવાની ગણતરી છે. સામે પક્ષે ઓક્ટોબર માં ખાંડની માંગ 2.4 થી 2.5 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. નવું ઉત્પાદન બજારમાં આવતાની સાથે જ ખાંડના ભાવ સંપૂર્ણપણે સ્થિર થઈ જશે.

આ પણ વાંચો: બ્રાઝિલથી ખાંડની આયાતથી બજારમાં રાહતની આશા: 15 ઓક્ટોબર સુધીમાં પહોંચશે પ્રથમ શિપમેન્ટ

Back to top button