ટ્રેન્ડિંગમનોરંજન

95 વર્ષ પહેલાં રિલીઝ થયેલી એ ફિલ્મ… જેનાથી બોલિવૂડમાં થઈ ડાન્સની શરૂઆત, શું તમે જાણો છો નામ?

First Bollywood Dance Movie: હિન્દી સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધી અનેક પ્રકારની ફિલ્મો, ગીતો અને નૃત્ય આધારિત સોંગ્સ રિલીઝ થયા છે, જેને દર્શકોએ હંમેશા દિલથી પસંદ કર્યા છે. ત્યારે તાજેતરમાં જ ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના જજિસ દ્વારા એક રસપ્રદ ખુલાસો કરવામાં આવ્યો છે કે બોલિવૂડમાં નૃત્ય (ડાન્સ) ની શરૂઆત કઈ ફિલ્મથી થઈ હતી.

ટીવીના લોકપ્રિય શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના સ્ટેજ પર તાજેતરમાં જ બોલિવૂડના સુવર્ણ યુગ (ગોલ્ડન એરા) ની યાદો તાજી કરવામાં આવી હતી. આ દરમિયાન શોના જજ જાવેદ જાફરી, ટેરેન્સ લુઈસ અને હોસ્ટ હર્ષ લિમ્બાચીયાએ સાથે મળીને બોલિવૂડમાં ડાન્સના વિકાસ (ડેવલપમેન્ટ) પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે જૂની નૃત્ય કળાથી લઈને આજના મોર્ડન ડાન્સ સુધીની સફર તઈ થઈ છે. આ વાતચીત દરમિયાન જ તેમણે એ ભારતીય ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી હિન્દી સિનેમામાં નૃત્યની શરૂઆત થઈ હતી.

આ ફિલ્મથી થઈ બોલિવૂડમાં ડાન્સની શરૂઆત

શો દરમિયાન હોસ્ટ હર્ષ લિમ્બાચીયાએ જજિસને પૂછ્યું હતું કે બોલિવૂડમાં પહેલીવાર ડાન્સની ઝલક કઈ ફિલ્મમાં જોવા મળી હતી? જ્યારે કોઈ આ સવાલનો જવાબ આપી શક્યું નહીં, ત્યારે હર્ષે પોતે જ ઉત્તર આપતા કહ્યું કે, ‘હું જણાવી દઉં કે ભારતીય સિનેમાના શરૂઆતના દોરમાં ફિલ્મ *’આલમ આરા’* માં ડાન્સની પહેલી ઝલક સામે આવી હતી. તે સમયના કલાકારોએ કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આગામી સમયમાં ઇન્ડિયન સિનેમામાં ડાન્સ આટલી મોટી ઓળખ બની જશે.’

હર્ષ લિમ્બાચીયાએ વધુમાં ઉમેર્યું કે, ‘ફિલ્મ ‘આલમ આરા’ માં પૃથ્વીરાજ કપૂર હતા અને એ જ કપૂર પરિવારની પરપૌત્રી કરિશ્મા કપૂર આગળ જતાં બોલિવૂડ ડાન્સની એક મોટી ઓળખ બની.’ આ દરમિયાન શોમાં હાજર દિગ્ગજ કલાકાર જાવેદ જાફરીએ પૃથ્વીરાજ કપૂરને યાદ કરીને તેમના અભિનયના વખાણ કર્યા હતા. જાવેદ જાફરીએ કહ્યું કે, ‘પૃથ્વીરાજ કપૂરનું સ્ક્રીન પ્રેઝન્સ અદ્ભુત હતું. તેમના પછી રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર જેવા મહાન કલાકારોએ બોલિવૂડને સમૃદ્ધ બનાવ્યું.’

આ અભિનેત્રીઓએ ડાન્સના લેવલને આપ્યો નવો આયામ

બોલિવૂડમાં ડાન્સના બદલાતા સ્વરૂપ વિશે વાત કરતા પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાન્સર ટેરેન્સ લુઈસે જણાવ્યું કે, ‘બોલિવૂડમાં ડાન્સનું સ્તર ધીમે-ધીમે બદલાયું છે અને તેમાં ઘણી શાનદાર અભિનેત્રીઓનું મોટું યોગદાન રહ્યું છે. આ એક્ટ્રેસીસ ક્લાસિકલ ડાન્સ (શાસ્ત્રીય નૃત્ય) ની પ્રોપર ટ્રેનિંગ લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી. જેમાં વૈજયંતીમાલા, હેમા માલિની, શ્રીદેવી, કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત જેવી હસીનાઓના નામ મુખ્ય છે.’

ટેરેન્સ લુઈસે આગળ વાત વધારતા કહ્યું કે, ‘જ્યારે માધુરી દીક્ષિતનો દોર આવ્યો ત્યારે બોલિવૂડ ડાન્સમાં એક નવી જ ઉર્જા (એનર્જી) જોવા મળી. તેમના એક્સપ્રેશન્સ અને ડાન્સ સ્ટાઇલે લોકોના દિલ પર વર્ષો સુધી રાજ કર્યું. માધુરી દીક્ષિત પછી કરિશ્મા કપૂરે પણ ડાન્સમાં એક અનોખો ફિલ્મી અંદાજ ઉમેરી દીધો. આમ, દરેક પેઢીએ બોલિવૂડ ડાન્સને કંઈક નવું આપ્યું છે અને તેને એક અલગ જ લેવલ પર પહોંચાડ્યો છે.’

આ પણ વાંચોઃ “ચુપ રહો, તમને કોઈ હક નથી!” કાશ્મીર નિવેદન પર ભારતે EUને આપી કડક ચેતવણી

આ પણ વાંચોઃ ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર: 6 વરિષ્ઠ અધિકારીઓને વધારાનો હવાલો, ખાલી વિભાગો માટે તાત્કાલિક વ્યવસ્થા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button