ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

સૂર્યા ભાઉંએ તો પાકિસ્તાની ટીમને રગડી નાખી, હવે તો લાયક પણ નથી સમજતા, જાણો કેમ આવ્યું કહ્યું?

દુબઈ, 22 સપ્ટેમ્બર 2025: ભારતે પાકિસ્તાનને એશિયા કપનીની સુપર -4 મેચમાં 6 વિકેટથી જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની પાકિસ્તાન સામે સતત બીજી જીત છે. આ અગાઉ બંને ટીમે ગ્રુપ સ્ટેજ પર ટક્કર થઈ હતી, જ્યારે ભારતે 7 વિકેટે જીત નોંધાવી હતી. અઠવાડીયાની અંદર બે વાર પાકિસ્તાનને ટીમને ઘૂંટણીયે પાડ્યા બાદ જ્યારે સૂર્યકુમાર યાદવને રાઈવેલરી લઈને સવાલ પૂછ્યો તો સૂર્યાને ગજબનો જવાબ આપ્યો હતો. ભારતીય કપ્તાનનું આ નિવેદન 21 સપ્ટેમ્બરના રોજ સુપર 4ની મેચ જીત્યા બાદ આવ્યું છે, જેણે સાંભળીને તમને પણ લાગશે તો તેની નજરમાં હવે પાકિસ્તાનની શું ઓકાત છે.

પાકિસ્તાન સામે કટ્ટર હરીફ જેવી કોઈ વસ્તુ નથી રહી- સૂર્યકુમાર

પાકિસ્તાનને સુપર-4 મેચમાં 7 બોલ બાકી રહેતા હરાવ્યા બાદ સૂર્યકુમાર યાદવને જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા તો તેણે બંને દેશોની રાઈવેલરીને લઈને સવાલ થયો, આ સવાલ સાંભળી ભારતીય કપ્તાને પ્રેસ કોન્ફરન્સમાં રહેલા પત્રકારોને કહ્યું કે, તેમને હવે આ સવાલ પૂછવાનો છોડી દેવો જોઈએ, કેમ કે હવે ભારત પાકિસ્તાન વચ્ચે કટ્ટર હરીફ જેવી કોઈ વસ્તુ નથી રહી.

કાંટાની ટક્કર હોય તો સમજી શકાય

સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું કે રાઈવેલરી ત્યારે હોય છે, જ્યારે બે ટીમો વચ્ચે કાંટાની ટક્કર હોય છે, જેમ કે તેમની વચ્ચે 15 અથવા 16 મેચ થઈ અને તેમાંથી એકે 8 જીતી અને બીજાએ 7 જીતી તો પછી રાઈવેલરી બોલવામાં મજા આવે છે, તેમણે કહ્યું કે, મને ભારત-પાકના આંકડા બરાબર યાદ નથી પર અહીં બંને ટીમોની જીત અને હારમાં મોટો ફરક છે.

યાદવે અભિષેક અને ગિલની પ્રશંસા કરી

સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું, “ટીમ જે રીતે આગળ વધી રહી છે તેનાથી હું ખુશ છું. તેનાથી મારું કામ સરળ થઈ રહ્યું છે. ટીમે પહેલી 10 ઓવર પછી (જ્યારે પાકિસ્તાને 91 રન બનાવ્યા) ધીરજ ગુમાવી ન હતી. મેં ડ્રિંક્સ દરમિયાન ટીમને કહ્યું કે રમત હવે શરૂ થાય છે.” ગિલ અને અભિષેકની ઓપનિંગ જોડી વિશે સૂર્યકુમારે કહ્યું, “શુભમન અને અભિષેક આગ અને બરફનું મિશ્રણ છે. તેઓ એકબીજાના પૂરક છે અને તેમને સાથે બેટિંગ કરતા જોવાની મજા આવે છે. લક્ષ્યનો પીછો કરવા માટે, કોઈને 10-12 ઓવર સુધી બેટિંગ કરવાની જરૂર હતી.”

આ પણ વાંચો: પાકિસ્તાનીઓની હેકડી ઠેકાણે લાવનારા ભારતના ખૂંખાર ખેલાડી અભિષેક શર્મા કેમ ગુસ્સે થયો? જીત બાદ મોટો ખુલાસો કર્યો

Back to top button