ગુજરાતટોપ ન્યૂઝ

જાહેરમાં ગંદકી કરનારા ચેતજો, આ શહેરમાં કચરો ફેકનારા પાસેથી વસૂલાયો 13 હજારનો દંડ

વડોદરામાં ચૂંટણી પૂર્ણ થતાં જ નાગરિકોને દંડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાએ સ્વચ્છતાના નામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. તેમાં 24 કલાકમાં જાહેરમાં કચરો નાખનાર દંડાયા છે. જેમાં કચરો ફેકનારાઓ પાસે 13,350 રૂપિયાનો દંડ વસુલાયો છે. તથા તમામ 19 વોર્ડમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સ્વચ્છતાના રેકિંગમાં સેવન સ્ટાર રેન્ક મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. તથા આગામી સમયમાં વધુ કડક પગલાં ભરાશે. તેમજ સ્વચ્છતા મામલે જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરાશે.

આ પણ વાંચો: ગુજરાત: સપ્તાહમાં બાકી રહેલા MLAની શપથવિધિ થશે, વિધાનસભાના અધ્યક્ષપદે આ નેતા નક્કી થયા

શહેરમાં જાહેરમાં ગંદકી કરનારા 63 પકડાયા, 13 હજારનો દંડ વસૂલાયો

વર્ષ-2023ના દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો રેન્ક આગળ આવે તે માટે પાલિકા દ્વારા સ્વચ્છતા પર સૌથી વધુ ભાર મુકાઈ રહ્યો છે, ત્યારે જાહેરમાં ગંદકી કરનારાઓને પણ સપાટામાં લઈ દંડાત્મક કાર્યવાહી કરાઈ કરાઈ છે. જે અંતર્ગત આજે 19 વૉર્ડમાં જુદા-જુદા સ્થળોએ પાલિકાની ટીમે ચેકિંગ કરી જાહેરમાં ગંદકી કરનાર તથા પ્લાસ્ટીકનો કચરો ફેંકનાર 63 લોકોને પકડી તેમની પાસેથી રૂ. 200થી લઈ રૂ. 2 હજાર સુધીના દંડની વસુલાત કરાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે

વડોદરાનો નંબર 8થી 14માં નંબરે ધકેલાઈ ગયો

શહેરમાં ગંદકીના કારણે વર્ષ 2022ના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર 8થી 14માં નંબરે ધકેલાઈ ગયો હતો. જે બાદ પાલિકાએ સ્વચ્છતા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકોની સાથે પાલિકાના સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખે તે માટે વૉર્ડ કક્ષાએથી લઈ જુદી-જુદી સ્કિમો પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં ગંદરી કરનારા લોકોને પકડી તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પાણીનો બગાડ કરી ગંદકી કરનાર, જાહેર રોડ પર પાન – પડિકીનો કચરો ફેંકનાર, રોડ પર ગાડી ઉભી કરી અડચણ ઉભી કરનાર લોકો વિરુદ્વ દંડાત્કમ કાર્યવાહી કરી હતી. જે બાદ આજે 1 થી 19 નંબરના વૉર્ડમાં પાલિકાની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જાહેરમાં ગંદકી કરવાની સાથે પ્લાસ્ટીકનો કચરો ફેંકનાર 63 લોકોને પકડી તેમની પાસેથી રૂ. 13,350નો દંડ વસુલ કરાયો હતો.નોંધનીય છે કે, શહેરમાં ગંદકી કરનારાઓ ઉપરાંત નાના મોટા બાંધકામો કરનારા નગરજનો જાહેર માર્ગ પર રેતી, કપચી તેમજ રોડા સહિતનો કાટમાળનો ઢગલો ઉભો કરી દેતાં હોય છે.

Back to top button